<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ તરીકે બી કે લહેરૂની બિનહરીફ વરણી.

પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદેદારોની વરણી કરવામાં આવી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :  શ્રી મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના વર્ષ ૨૦૨૫-૨૭ ના નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી છે.

    મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ તરીકે ડો. બી.કે.લહેરૂ, મહામંત્રી તરીકે અજયભાઈ રાવલ હળવદ, સૌરાષ્ટ્ર કચ્છ કારોબારી નલીનભાઈ એન ભટ્ટ, પ્રશાંતભાઈ મહેતા તેમજ ઉપપ્રમુખ તરીકે હિતેશભાઈ વી ભટ્ટ, રાજુભાઈ જોષી, નીતિનભાઈ પંડ્યા (વકીલ) તેમજ મંત્રી તરીકે બીપીનભાઈ ભટ્ટ, મહેશ બી ભટ્ટ, નીરવભાઈ રાવલ, ખજાનચી તરીકે ડો. રાજેશ ભટ્ટ (માળિયા), અશોક એન જોષી, દિનેશભાઈ બી પંડ્યા, અતુલભાઈ પાઠક (હળવદ) અતુલભાઈ ડી ત્રિવેદી (ટંકારા) સંજયભાઈ લહેરૂ (વાંકાનેર) ની બિનહરીફ વરણી કરવામાં આવી છે.

(1:19 AM IST)