News of Wednesday, 5th November 2025
ᅠᅠગિરનાર પરિક્રમા અંતર્ગત ડુંગરડા તાલીમ કેન્દ્રથી ૯૭ વન રક્ષક તાલીમાર્થીઓ દ્વારા સફાઈ અભિયાન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ,તા.૫: ગિરનાર પરિક્રમા ૨૦૨૫ અંતર્ગત ડુંગરડા તાલીમ કેન્દ્રથી ૯૭ વન રક્ષક તાલીમાર્થીઓએ નાયબ વનસંરક્ષક અક્ષય જોશીના માર્ગદર્શન હેઠળ પરિક્રમા દરમિયાન માનવ વન્યજીવ સંઘર્ષ નિવારવા તથા પ્રતિકાત્મક પરિક્રમા માં પરિક્રમા રૂટ પર પૂજ્ય સાધુ સંતો સાથે રહીને સાધુ સંતોને અગવડ ના પડે અને સુચારુ રીતે પરિક્રમા પૂર્ણ થાય એ રીતે સારી કામગીરી કરેલ છે. નાયબ વન સંરક્ષક દ્વારા તાલીમાર્થીઓને ગિરનાર વન્યજીવ અભ્યારણ ના અગત્યના પાસા જેવા કે વન્યજીવ રહેઠાણ વ્યવસ્થાપન, વન્યજીવ બચાવ અને સંરક્ષણની કામગીરી, ગિરનાર વન્યજીવ અભયારણ્ય ની જૈવ વિવિધતા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તાજેતરમાં ભાવિકો માટે ગિરનાર પરિક્રમા રદ થતાં ભાવિકોનું ઘોડાપૂર અંબાજી મંદિર તથા દત્તાત્રેય મંદિર તરફ જોવા મળેલ. તાલીમાર્થીઓ દ્વારા સ્વેચ્છાએ અંબાજી મંદિરથી દત્તાત્રેય મંદિર સુધી કચરો એકઠો કરી શ્રમદાન કરવામાં આવ્યું તેમજ સીડી થી નીચે અતિ દુર્ગમ ખીણ ભાગમાં નાખવામાં આવેલો કચરો પણ તાલીમાર્થીઓ દ્વારા શ્રમદાનના માધ્યમથી એકઠો કરી એકત્ર કરવામાં આવેલ અને પવિત્ર ગિરનારને તેની કુદરતી અવસ્થામાં જાળવી રાખવાનો તાલીમાર્થીઓ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો હતો. વન વિભાગ દ્વારા અતિ રળિયામણા ગિરનાર પર્વતને કચરા મુક્ત રાખવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.(તસ્વીરઃ મુકેશ વાધેલા-જુનાગઢ)
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
