<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

ખેડૂતોને વિઘા દીઠ અડધા લાખનું નુકશાનઃ પરેશ ધાનાણી

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્‍યની આગેવાનીમાં અમરેલી જીલ્લામાં ધરણાઃ આવેદનઃ ભાજપ સરકાર સામે આક્રોશ

રાજકોટ તા.૫:   કોંગ્રેસના પૂર્વ ધારાસભ્‍ય અને ધુરંધર નેતા પરેશભાઈ ધાનાણીની આગેવાનીમાં ખેડૂતોના હિત માટે અમરેલી જિલ્લામાં ધરણા તથા આવેદનપત્ર પાઠવીને ભાજપ સરકાર સામે આક્રોશ ઠાલવવામાં આવી રહ્યો છે જે અંતર્ગત જુદા જુદા તાલુકા મથકોએ  આવેદનપત્ર પાઠવીને રોષ ઠાલવવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્‍ય અને ધુરંધર નેતા પરેશભાઈ ધાનાણીએ જણાવ્‍યું છે કે જગતના તાતને, જીવવા દેજો,ખેતીવાડી ખાતાની સલાહ, કળષી તજજ્ઞોના અભિપ્રાય તેમજ ખેડૂતોની કોઠા સૂઝથી કાઢેલા પ્રાથમીક અંદાજો મુજબ કમોસમી માવઠાની મોકાણથી સરેરાશ ખેડૂતોને કુલ મળીને અંદાજીત રૂા. ૫૦,૦૧૦ જેટલુ વિધા દીઠ પાક નુકસાન થયુ હોવાનો અંદાજ છે.હવે તમે જ કહો કે ખેડૂતોને વિઘા દીઠ નુકસાનીનુ અધિકારીક વળતર મળવુ જોઈએ કે પછી માત્ર રૂા. ૮૦૦૦/- ની સરકારી ભીખ...કમોસમી માવઠાની કમઠાણ સામે ભાજપ સરકાર ખેડૂતોના હિતમાં યોગ્‍ય નિર્ણય લે તેવી માંગણી કરી છે.

આજેતા.૫ ને બુધવારે સવારે ૯ થી ૧૨ આંબેડકર સર્કલ મુ. રાજુલા તથા બપોરના ૨ થી ૫ મામલતદાર કચેરી પાસે, મુ. જાફરાબાદ ખાતે તા.૬ ના સવારે ૯ થી ૧૨ લાઠી ચોક સર્કલ મુ. લીલીયા તથા બપોરે ૨ થી ૫ નગર પાલીકા ગ્રાઉન્‍ડ, મુ. સાવર કુંડલા ખાતે તા.૭ ના સવારે ૯ થી ૧૨ કડવા પટેલ સમાજ પાસે મુ. લાઠી ખાતે તથા બપોરે ૨ થી ૫ પેટ્રોલપંપ પાસે, ખાખરીયા રોડ મુ. બાબરા ખાતે તા.૮ ના રોજ સવારે ૯ થી ૧૨ રાજકમલ ચોક મુ. અમરેલી ખાતે કમોસમી માવઠાની કમઠાણ માં ખેડૂતોને ન્‍યાય મળે તે માટે ‘ખેતી બચાવો સત્‍યાગ્રહ' પ્રતીક ધરણા યોજાયા છે.

(1:08 PM IST)