News of Wednesday, 5th November 2025
જામજોધપુર તાલુકામાં સર્વેનું નાટક બંધ કરીને સહાય ચુકવોઃ ઘાસચારાની વ્યવસ્થા કરો
સરપંચો, ખેડૂતો દ્વારા આંદોલનની ચીમકીઃ આવેદનપત્ર પાઠવાયુ

(ઝીલ વ્યાસ દ્વારા) જામજોધપુર, તા.૫: જામ જોધપુર તાલુકા ના વિવિધ ગામના ખેડૂતો તો તેમને માલધારી લોકો તેમજ વિવિધ ગામના સરપંચો દ્વારા ૨૦૦ થી વધુ લોકો ની ઉપસ્થીતી માં રેલી કાઢી પોતાની વિવિધ માંગો જેવી કે અતિવળષ્ટી થી ખરીફ પાકોને નુકશાન ગયુ હોઈ જેમના સરકાર દ્વારા સર્વે થઈ રહ્યો છે.
આ સર્વેના નાટક બંધ કરી સીધુજ યોગ્યવળતર ચુક્વો તેમજ ખેડુતોના દેવુ માફ કરો અને હાલ માલધારીઓના પશુઓ માટે ધાસચારો રહ્યો નથી ઘાસચારો મેળવવો મુશ્કેલ થઈ પડ્યો છે જેથી પશુ નાનિભાવ માટે ધાસચારા ની ખાસ જરૂરીયાત હોય સરકાર દ્વારા તાત્કાલીક ધાસ નું વિતરણ કરવા વગેરે માંગ સાથે મામલતદાર કચેરી પહોંચી મામલતદાર ને આવેદન પત્ર આપેલ અને વધુમાં જણાવેલ કે જો સરકાર દ્વારા આ માંગણી ઓ સમયસર નહી સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
