તા. ૨૨ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ વદ – ૧૪ શુક્રવાર
News of Wednesday, 5th November 2025
ઉનાઃ ખેતરે જવાનું કહીને ઘરેથી નીકળી ગયેલ ખેડૂતનો કુવામાંથી મૃતદેહ મળ્યો
મરનારની કમરે સિમેન્ટનો પાઇપ બાંધેલ હતોઃ ડૂબી જવાથી મૃત્યુ થયાંનો મેડીકલ રિપોર્ટઃ પરિવારમાં પત્નિ ત્રણ દીકરીઓ તથા દીકરાએ છત્રછાયા ગુમાવી : મરનાર ખેડૂતે લીધેલ ૨ લાખનું પાક ધિરાણ કેમ ચૂકવવું? અને સગાઇ કરેલી ૨ દીકરીઓના લગ્ન કેમ કરવા? તેની ચિંતામાં કેટલાક દિવસથી ગુમસુમ રહેતાં હતા.

(નવીન જોષી દ્વારા) ઉના તા.૫: તાલુકાના રેવદ ગામમાં ખેતરે જવાનું કહીને ઘરેથી નીકળી ગયેલ ગફારભાઇ મુશાભાઇનો મૃતદેહ કુવામાંથી મળી આવ્યો હતો. ગફારભાઇનું ડૂબી જવાથી મૃત્યુ થયાનું સરકારી હોસ્પિટલના ડોકટરે જણાવ્યું છે.
પાંચ દિવસમાં ૧૨ઇંચ થી વધુ વરસાદ વરસી જતા ખેતરો તળાવ માં ફેરવાઈ ગયા હતા ખેતર માં રાખેલ મગફળી ના પાથરાઓ પલળી જતા સંપૂર્ણ ચોમાસું પાક નિષ્ફળ ગયો હતો. તેવા સમયે ઊના તાલુકાના રેવદ ગામે રહેતા નવ વિઘા જમીન ધરાવતા ખેડૂત ગફાર ભાઈ મુસાભાઈ ઉનડ ઉ . વ. ૪૯ એ ખેતર માં સાત વિઘા જમીન માં મગફળી નું વાવેતર કર્યું હતું. મગફળી જમીનમાંથી કાઢી પાથરા સૂકવવા રાખેલ હતા જેમાં ભારે વરસાદ થી પલળી જતા સંપૂર્ણ ચોમાસું પાક નિષ્ફળ ગયો હતો. તેની ચિંતા માં અને મંડળી માંથી રૂપિયા બે લાખ નું ધીરાણ લીધું હતું તે કેમ ચૂકવવું અને બે દીકરીઓ ની સગાઈ કરી હતી તેમના લગ્ન કેમ કરવા? ઘર નું ગુજરાન કેમ કરવું તેની ચિંતા માં ગુમ સુમ રહેતા હતા ગત તા.
સોમવારે સાંજે ઘરેથી ખેતરે જવાનું કઈ નીકળી ગયા હતા રાત સુધી ઘરે ના આવતા દીકરી એ કાકાને ફોન કરી જાણ કરતા ખેતર જતા શોધ ખોળ કરતા મળેલ નહીં અને ખેતરે કૂવાની ઓરડી પાસે ગફાર ભાઈના શર્ટ, બુટ, મોબાઈલ ફોન પડેલ હતો તેથી શંકા જતા કુવા માં ત્રણ મોટર મૂકી પાણી ઉલેચતા કૂવામાં ગફારભાઈનો મળત દેહ સિમેન્ટનો પાઇપ કમરે બાંધેલ પડેલ હતો. તેથી તુરંત તરવૈયા ની મદદ થી કુવા માંથી બહાર કાઢી ઊના સરકારી હોસ્પિટલ લાવેલ હતો જ્યાં તબીબે પાણી માં ડૂબી જવાથી મળત્યુ થયા નું જાહેર કર્યું હતું.
પોલીસે એ. ડી. નોંધી તપાસ શરૂ કરી છે. ગફાર ભાઈ ના પરિવાર માં પત્ની, ત્રણ દીકરી અને એક દીકરો ઉજ્જફ ઉનડ છે. તેમના પરિવાર નો મુખ્ય મોભી અવસાન પામતા નોધારો થઈ ગયું છે સરકાર તેમનું દેવું માફ કરે અને સહાય તુરંત ચૂકવે તેવી ગામ ના આગેવાનોએ માંગણી કરી છે.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
