<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

કાલથી ગિરનારમાં કાશ્‍મીરી બાપુ આશ્રમે શ્રીમદ્‌ ભાગવત કથા અમૃતઘારાનો પ્રારંભ

વ્‍યાસપીઠ પર આચાર્ય શ્રી ડો. નિકુંજ મહારાજ ત્રિવેદી ભાગવત કથાનું રસપાન કરાવશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. પઃ કાલે ગુરૂવાર થી તિર્થભુમિ ગિરનાર ક્ષેત્રમાં દાતારેશ્વર મહાદેવના સાનિધ્‍યમાં શ્રીમદ્‌ ભાગવત અમુતઘારા કથાનો પ્રારંભ થશે

ગિરનાર તળેટીથી બે કિમી આમકુ બીટમાં વર્ષો પહેલા કૈલાસવાસી સંત શિરોમણી કૈલાસવાસી ગુરૂ મહારાજ કાશ્‍મીરી બાપુ એ અલખ જ્‍યોત જગાવી ગિરનાર તીર્થસ્‍થળમા દાતારેશ્વર મહાદેવના સાનિધ્‍યમાં પોતાની વ્‍યક્‍તિગત અનન્‍ય અઘ્‍યાત્‍મ નાં દર્શન કરાવ્‍યા હતા આજેય જગ્‍યામાં કાશ્‍મીરી બાપુની ચેતનાની ઉજાઙ્ઘઓ ભાવિક ભક્‍તો અનુભૂતિ કરી રહ્યા છે મંહતશ્રી ૧૦૦૮ નર્મદાપુરી માતાજીએ પણ કાશ્‍મીરી બાપુના તેજપુંજને આગળ ધપાવી પ્રકૃતિની ગોદમાં અવિરત અન્નક્ષેત્ર કાર્યાન્‍વિત કરી શ્રી દાતારેશ્વર મહાદેવ જગ્‍યાની મહત્તા વઘારી રહ્યા છે

તેમ જણાવી મંહતશ્રી ૧૦૦૮ નર્મદાપુરી માતાજી એ સમગ્ર જીવ સળષ્ટિનાં કલ્‍યાણ માટે પાવન કારતક વદ એકમથી તારીખ ૬-૧૧-૨૦૨૫- ગુરૂવાર થી  ૧૨-૧૧-૨૦૨૫ બુધવાર સુધી સાત દિવસીય શ્રીમદ્‌ ભાગવત કથાના આયોજનમાં સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ દરમિયાન કથાશ્રવણ કરવા ભાવિકભકતો ભાવભર્યું નિમંત્રણ પાઠવ્‍યું છે

સવારે ચા પાણી નાસ્‍તો તથા બપોરે મહાપ્રસાદ

વ્‍યાસપીઠ પર આચાર્ય શ્રી ડો. નિકુંજ મહારાજ ત્રિવેદી (ભાદરવા ગુરૂ આશ્રમ) કથાઅમુત રસપાન કરાવશે મર્હિષ વેદવ્‍યાસ  રચિત દ્રારા  પુરાણોમાં સૌથી મોખરે શ્રીમદ્‌ ભાગવતપુરાણ છે જેમાં નો મહિમા અને ભક્‍તિ ઉપરાંત ૧૮ હજાર શ્ર્‌લોકનાં કલ્‍યાણકારી મહિમા ઉપાસના રહસ્‍ય અને પુજા પઘ્‍ધતિનો નિર્દશ કર્યા છે ગિરનાર ની પાવન તીર્થ ભૂમિમાં પ્રકૃતિ વચ્‍ચે ઈશ્વર તરફનો એકાકાર કરવાનો આ આસ્‍વાદ ચુકવા જેવો નથી સૌ જીજ્ઞાસાઓને કથા શ્રવણ કરવા માટે મંહતશ્રી ૧૦૦૮ નર્મદાપુરી માતાજી તથા સેવકગણ દ્વાારા ભાવિક ભક્‍તોને લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.

 

 

જૂનાગઢમાં ૧.૧૬ કરોડના હાઇબ્રીડ ગાંજા સાથે પકડાયેલા ૪ આરોપી ૭ દિવસના રિમાન્‍ડ પર

રાજકોટની મહિલા, બરોડાના શખ્‍સની તપાસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૦૫: જૂનાગઢમાં રૂપિયા ૧.૧૬ કરોડના હાઇબ્રીડ ગાંજા સાથે પકડાયેલા ૪ શખ્‍સને ક્રાઈમ બ્રાન્‍ચે ૭ દિવસના રિમાન્‍ડ પર મેળવી વધુ તપાસ હાથ ધરી છે

રવિવારની રાત્રે ક્રાઈમ બ્રાન્‍ચ તથા એસઓજીએ જૂનાગઢનો મુજાહિદખાન રિયાઝખાન પઠાણ, જહાંગીરશા રજાકશા શાહમદાર, હુસેન નાસીર પઠાણ તથા વિસાવદરનો ધવલ કાળુ ભરાડને શહેરમાં ઇવનગર રોડ પર મહાનગરપાલિકા સંચાલિત પંપીંગ સ્‍ટેશન પાસે સફેદ કલરની જીજે ૧૧ ડીબી ૦૦૮૦ નંબરની ટોયોટા ગ્‍લાન્‍ઝા કારમાં રૂપિયા ૧,૧૦,૬૦,૦૦૦ના ૩.૧૬૦ કિલોગ્રામ હાઇબ્રીડ ગાંજાના ૩ પેકેટ સાથે ઝડપી લઇ રૂપિયા ૧,૧૬,૭૧,૦૦૦નો કબજે કર્યો હતો.

દરમ્‍યાન ગઈકાલે ક્રાઈમ બ્રાન્‍ચના તપાસનીશ પીએસઆઇ ડી. કે. ઝાલાએ આરોપીઓને તપાસના ૧૨ મુદ્દે ૧૦ દિવસના રિમાન્‍ડની માગણી સાથે કોર્ટ સમક્ષ રજૂ કરતા અદાલતે આગામી તારીખ ૧૦ ઓક્‍ટોબર સુધી ૭ દિવસના રિમાન્‍ડ મંજૂર કર્યા હતા. હાઇબ્રીડ ગાંજાનો જથ્‍થો વેચાણ કરવા ગ્રાહકો શોધતા પકડાયેલા શખ્‍સોની પૂછપરછમાં તેને રાજકોટની શેરબાનુ મહમદરફીક નાગાણીએ જૂનાગઢ આવી વેચવા માટે આપ્‍યો હતો અને મહિલાને બરોડાની પાર્ટીએ  બેંગકોક, થાઈલેન્‍ડમાં ગાંજો લેવા માટે મોકલી હતી એવી વિગતો બહાર આવી હતી.

ક્રાઈમ બ્રાન્‍ચે આરોપીઓના સાથે રાખી એલસીબીએ રાજકોટની મહિલા, બરોડાનો શખ્‍સને શોધવા રાજકોટ, બરોડા અને સુરત સુધી તપાસનો દોર લંબાવ્‍યો છે.

(12:22 PM IST)