<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

ભવનાથ ભારતી આશ્રમના લઘુ મહંત ગિરનાર જંગલમાંથી મળ્‍યા : જુઓ વિડિયો

ઇંટવા ઘોડી ખાતેથી અશક્‍ત હાલતમાં મળી આવતા સારવારમાં ખસેડાયા : સવારથી જંગલમાં મેગા સર્ચ શરૂ કરાયેલ તે દરમિયાન ભાળ મળી

તસ્‍વીરમાં લઘુ મહંત સારવારમાં નજરે પડે છે.(તસ્‍વીરઃ મુકેશ વાઘેલા - જુનાગઢ)

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૫: ૩ દિવસની તપાસમાં આજે સવારે ભવનાથ ભારતી આશ્રમના લઘુ મહંત ગિરનાર જંગલમાંથી મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. મહાદેવ ભારતી બાપુ અશક્‍ત હાલતમાં મળી આવતા તેઓને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા.

ભવનાથ ખાતેના ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવભારતી ગુરુ હરીહરાનંદ ભારતીબાપુ રવિવારે વહેલી સવારે આશ્રમથી નીકળીને ગુમ થયા હતા. પાછળથી ૫ પાંચ પાનાની સુસાઇડ નોટ મળી આવતા પોલીસે કબજે કરી તપાસ હાથ ધરી હતી.

લઘુ મહંતને શોધવા માટે પોલીસની આઠ ટીમ કામે લાગી હતી. ડોગ સ્‍ક્‍વોડ, એસડીઆરએફની પણ મદદ લેવામાં આવી હતી. લઘુ મહંતના સગડ મેળવવા માટે ગિરનાર જંગલ ઉપરાંત ગિરનાર પર્વત ખાતે નહીં ધાર્મિક જગ્‍યાઓ આશ્રમો વગેરે ખાતે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. છતાં પણ કોઈ પ્રકારની કડી નહીં મળતા આજે સવારથી ગિરનાર જંગલમાં પોલીસ અને વન વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ૨૪૦ થી વધારે પોલીસ, ૩૦થી વધારે વન કર્મચારીઓઅને ૪૦થી વધારે લ્‍ઝય્‍જ્‍ જવાનો સહિત ૩૦૦ થી વધુ કર્મચારીઓ જોડાયા હતા. આ દરમિયાન મહાદેવ ભારતી ગિરનાર પરિક્રમાના રુટ ઈટવા ઘોડી વિસ્‍તારમાંથી મળી આવ્‍યા હતા. મહાદેવ ભારતી અશક્‍ત હાલતમાં મળી આવતા તેમને પોલીસ દ્વારા સારવાર માટે સિવિલ હોસ્‍પિટલ લઈ જવાયા હતા. હાલ મહાદેવ ભારતી અસ્‍વસ્‍થ હોય અને બોલી શકે એવી સ્‍થિતિમાં ન હોવાથી તેઓની સઘન સારવાર શરૂ કરવામાં આવી છે. જ્‍યારે તેઓ સ્‍વસ્‍થ થશે ત્‍યારે છેલ્લા ૭૨ કલાક દરમિયાન કયાં હતા તેમની સાથે કોણ હતું અને કેવી સ્‍થિતિમાં હતા સહિતની બાબતો પરથી પડદો ઊંચકાશે.(૨૩.૨૬)

 

(5:05 PM IST)