News of Wednesday, 5th November 2025
ધોરાજીમા તાત્કાલિક ધોરણે ખેડૂતોને માવઠાને કારણે થયેલ નુકસાન અંગે સહાય ચૂકવવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા ધરણા : ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
ત્રણ દરવાજા આઝાદ ચોક ખાતે કાર્યક્રમમાં લલિત કગથરા લલિત વસોયા,લલિત કગથરા,ડી.એલ. ભાષા સહિત અનેક અગ્રણીઓ જોડાયા : મંજૂરી વગરનો કાર્યક્રમ : રેલીનો કાર્યક્રમ યોજીને ડેપ્યુટી કલેક્ટરને આવેદન

(કિશોર રાઠોડ દ્વારા)ધોરાજી તા.૫ : ધોરાજી ખાતે કોંગ્રેસ દ્વારા તાત્કાલિક ધોરણે ખેડૂતો ને થયેલ માવઠા ને કારણે નુકસાન અંગે સહાય ચૂકવવા ની માંગ સાથે ધરણા કાર્યકર્મ યોજી ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા ત્રણ દરવાજા આઝાદ ચોક ખાતે વરસાદને કારણે ખેડૂતોને થયેલ નુકસાનની વર્તનની માગણી સાથે પ્રતીક ધાણા કાર્યક્રમ યોજ્યો હતો જેમાં ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા તેમજ પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા સહિત કોંગ્રેસના અનેક આગેવાનો કાર્યક્રમમાં જોડાયા હતા
ધોરાજી પંથક માં કમોસમી વરસાદ ને કારણે થયેલ નુકસાન ને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે ખેડૂતો ને થયેલ પાક નુકસાની ના વળતર અપાવવા માટેથઈ ને કોંગ્રેસ દ્વારા ધોરાજી ખાતે ધરણા કાર્યકર્મ રાખી અને સરકાર ને જગાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આ કાર્યકર્મ માં વિવિધ પોસ્ટરો સાથે ખેડૂતો અને કોંગ્રેસ ના કાર્યકરો જોડાયા હતા ખેડૂતો એ પણ તાત્કાલિક સહાય ચૂકવવા ની માંગ કરી હતી કોંગ્રેસ દ્વારા આયોજિત ધરણા ન કાર્યકર્મ માં કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને લલિત કાગથરા પણ ઉપસ્થિત રહ્યા હતા
આ સમયે પૂર્વ ધારાસભ્ય લલિત કાગથરા એ પણ સરકાર પર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે સરકાર માત્ર સર્વે ની વાતો કરે છે હજુ સુધી સર્વે ની ટીમ ખેતરો પર પોહચી નથી અને સરકાર નું તંત્ર સર્વે બાબતે નિષ્ફળ નીવડ્યું છે અને સરકાર ટેકા ભાવ એ મગફળી રજિસ્ટ્રેશન બાદ સેટેલાઇટ સર્વે કરી શકતી હોય તો અત્યારે સેટેલાઇટ થી સર્વે કેમ નહીં આમ સરકાર પર પ્રહાર કર્યા હતા
પાક નુકસાન અંગે કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા એ પણ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતાને જણાવ્યું હતું કે સરકાર ખેડૂતો ના હિત માં નિર્ણય કરવામાં નિષ્ફળ નીવડી છે ભાજપ ના ધારાસભ્ય મંત્રીઓ ખુદ સ્વીકારે છે કે પાક ને નુકસાન થયું છે અને છતાં પણ સર્વે નો નાટક કરી અને સરકાર ને ગેર માર્ગે દોરી રહી છે ખેડૂતો ની મગફળી ની ટેકાના ભાવ એ ખરીદી કરવાની છે એ તાત્કાલિક શરૂ કરવી જોઈ અને 300 મણ મગફળી ખરીદી કરવી જોઈ
ધરણા કાર્યક્રમમાં ધોરાજી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને દલિત સમાજના આગેવાન ડી એલ ભાષા કોંગ્રેસના સિનિયર અગ્રણી નગીનભાઈ વોરા શહેર કોંગ્રેસના પ્રમુખ દિનેશભાઈ વોરા મહામંત્રી ચિરાગભાઈ વોરા ગોપાલભાઈ સલાટ કોંગ્રેસના અગ્રણી જગદીશભાઈ રાખોલીયા વસંતભાઈ હિરપરા સહિત કોંગ્રેસના શહેર અને તાલુકાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા ખેડૂતોના હિતમાં સરકાર પાસે સહાયની માંગણી સાથેનો કાર્યક્રમ ધોરાજીના ત્રણ દરવાજા આઝાદ ચોક ખાતે યોજાયેલો હતો જેની મંજૂરી માંગવામાં આવી હતી પરંતુ તંત્રએ આ પ્રકારની કોઈ પણ જાતની મંજૂરી આપી ન હતી છતાં પણ કોંગ્રેસ દ્વારા ધારણા નો કાર્યક્રમ તેમજ સભા અને રેલી દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો
આ સમયે કોંગ્રેસ દ્વારા કોઈ અભાગઢિત ઘટના ન બને તે માટે ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર કમલેશ ગરચર તેમજ સ્ટાફ દ્વારા સ્વધન પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો તેમજ જિલ્લા પોલીસ વડા ની સૂચના અનુસાર સાપર ગોંડલ ધોરાજી શહેર અને તાલુકા પોલીસ નો કાફલો સભા સ્થળે રાખવામાં આવ્યો હતો
ધ્રોલના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે તેવી જાહેરાત થઈ હતી પરંતુ 150 થી 200 જેટલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
નોંધણી એ બાબત એ હતી કે ડેપ્યુટી કલેક્ટરને જે આવેદનપત્ર પાઠવ્યો તે આયોજક તરીકે કોંગ્રેસનું નામ અથવા તો અન્ય કોઈ સંસ્થાનું નામ હતું નહીં. માત્ર કોરા કાગળમાં આવેદનપત્ર લખેલું હતું અને આવેદનપત્રની માગણી અનુસાર નીચે ખેડૂતોની સહી હતી એટલે આવેદનપત્ર બિન રાજકીય હોય તેવું લાગતું હતું પરંતુ આવેદનપત્ર દેવાવાળા કોંગ્રેસના આગેવાનો હતા
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
