તા. ૨૨ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ વદ – ૧૪ શુક્રવાર
News of Wednesday, 5th November 2025
અમરેલીના ફુલઝર ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન જૂથ અથડામણ: એકનું મોત: 9થી વધુ લોકો ઘાયલ
વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે હાલમાં ફુલઝર ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું

અમરેલી જિલ્લાના ફુલઝર ગામમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન થયેલી સામાન્ય બાબતની તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. લગ્ન પ્રસંગમાં ઘોડીને ટ્રેક્ટર અડી જવાના મામલે શરૂ થયેલી આ બબાલમાં દુઃખદ ઘટના સર્જાઈ છે. આ જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે 9થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે હાલમાં ફુલઝર ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે.
(10:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
