News of Thursday, 6th November 2025
સુત્રાપાડા તાલુકાના ખેડૂતો દ્વારા સહાય અને દેવા માફ કરવાની માંગ સાથે આવેદન
૧૫ દિવસ માટે પશુદિઠ ચાર કિલો જેટલો ઘાસચારો પૂરતો ન હોય તેમાં વધારો કરવા પણ માંગણી કરવામાં આવી

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૬: સુત્રાપાડાના ખેડૂતો દ્વારા કમોસમી વરસાદના કારણે થયેલા ભારે નુકસાન બાદ રાજ્ય સરકાર સામે સહાય અને દેવા માફીની તાત્કાલિક માંગ સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.જેમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી પડેલા કમોસમી વરસાદને કારણે મગફળી સહિતના પાકો બરબાદ થયા છે. ખેતરોમાં પાણી ભરાઇ જવાથી ઉત્પાદન સંપૂર્ણ રીતે નાશ પામ્યું છે, જેના કારણે ખેડૂતો ગંભીર આર્થિક સંકટમાં છે. તેમજ સહાય અને સર્વે બાબત સરકાર દ્વારા કરવામાં આવતા રોજકામ (સર્વે) પૂર્ણ થયા બાદ સહાયની રકમ તથા ચૂકવણીનો સમયગાળો તાત્કાલિક જાહેર કરવો જોઈએ. અને ટેકાના ભાવે નોંધાયેલા મગફળીના પાકની ખરીદી ગુણવત્તામાં છૂટછાટ આપીને રિજેકર ન કરવી જોઈએ. રોજકામમાં ફક્ત ફોટો આધારિત સરર્વે ને બદલે વાવેતર અને નુકસાનની વાસ્તવિક ચકાસણી કરવી જોઈએ. સાથે ઘાસચારો અને અન્ય સહાય હાલ ૧૫ દિવસ માટે -તિ પશુ ૪ કિલો ઘાસચારો પૂરવઠો કરવામાં આવે છે, જે પૂરતો નથી. તેમાં વધારો કરીને સતત પૂરવઠાનું આયોજન જાહેર કરવું જોઈએ.ભાઈઓ ભાગની જમીન ધરાવતા ખેડુતોને વાસ્તવિક વાવેતર કરનારના બેંક ખાતામાં સીધી સહાયની ચુકવણી કરવાની વ્યવસ્થા ઉભી કરવી જોઈએ. અને અન્ય પાક અને ધિરાણ મુદ્દે ફક્ત મગફળી નહીં પરંતુ અન્ય પાકોને થયેલા નુકસાનનો પણ સરર્વે કરી વળતર જાહેર કરવું જોઈએ. ચોમાસુ નિષ્ફળ જતા હાલના પાક ધિરાણ ( Crop Loan) માફ કરવું તેમજ જેમણે ધિરાણ લીધું નથી તેમને નવી લોન આપી પછી માફ કરવી જોઈએ. મહારાષ્ટ્ર સરકારની જેમ ગુજરાત સરકારે પણ નિવળત્ત અધિકારીની અધ્યક્ષતામાં સમિતિ રચીને ખેડૂતોના દેવા માફી માટે નીતિ ઘડવી જોઈએ. ખેડૂતોએ અંતે જણાવ્યું કે જો આ રજૂઆતના મુદ્દાઓ પર આગામી દસ દિવસમાં સંતોષકારક અને સ્પષ્ટ કાર્યવાહી નહીં થાય, તો સુત્રાપાડા તાલુકાના તમામ ખેડૂતોએ મળીને આગળની લડત અંગે નિર્ણય લેવાશે. તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી.
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
