<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

પોરબંદરઃ ૮ યુવાનોને ઇઝરાયેલ મોકલવાના બહાને પ૬ લાખની છેતરપીંડી

કુતિયાણાના ઇશ્‍વરિયાના ર શખ્‍સો તથા આણંદના શખ્‍સ સામે પોલીસ ફરિયાદઃ લાખોની રકમ ઉઘરાવીને ઇઝરાયેલ મોકલ્‍યાં નહીં

 

 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૬: ઇઝરાયેલ કામ માટે મોકલવાના બહાને ૮ યુવાનો પાસેથી ૭-૭ લાખ ઉઘરાવીને ઇઝરાયેલ નહીં મોકલીને પ૬ લાખની છેતરપીંડી કર્યાની કુતિયાણાના ઇશ્‍વરિયા ગામના માધા રાજાભાઇ રાઠોડ અને જીજ્ઞેશ માધાભાઇ તેમજ આણંદના વિશાલકુમાર નંદકિશોરભાઇ એમ ૩ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પોરબંદરના બખરલાયા રહેતા કનાભાઇ મુંજાભાઇ મારૂએ કુતિયાણા પોલીસ સ્‍ટેશનમાં આરોપી કુતિયાણાના ઇશ્‍વરિયાના માધા રાજાભાઇ રાઠોડ અને જીજ્ઞેશ માધાભાઇ તેમજ આણંદના વિશાલકુમાર નંદકિશોરભાઇ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ કે ફરિયાદી કનાભાઇ સહિત કુલ ૮ યુવાનોને ઇઝરાયેલ મોકલવાનું કરીને દરેક યુવાનો પાસે ૭-૭ લાખ ઉઘરાવીને ઇઝરાયેલ નહીં મોકલીને છેતરપીંડી કર્યાનું જણાવ્‍યું છે.

આ પ૬ લાખની છેતરપીંડીની પોલીસ ફરિયાદ અંગે કુતિયાણાના પોલીસ સ્‍ટેશનના એએસઆઇ એસ. જી. જાડેજા તપાસ ચલાવે છે. (૭.૧૬)

(11:10 AM IST)