News of Thursday, 6th November 2025
જુનાગઢ, ભવનાથ, વંથલી સહિતના ૧૨ પીઆઇની બદલી કરતા એસપી ઓડેદરા
શહેર ટ્રાફિક પીઆઈની પણ ટ્રાન્સફર કરાય

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૦૬: જુનાગઢ, ભવનાથ, વંથલી સહિતના ૧૨ પીઆઇની એસપી સુબોધ ઓડેદરાએ વહીવટી સરળતા જાહેર હિતમાં બદલીનો હુકમ કર્યો હતો. જુનાગઢ શહેર સી ડિવિઝનના પીઆઇ વી. જે. સાવજની એ ડિવિઝન, એ ડિવિઝનના આર. કે. પરમારની લીવ રિઝર્વમાં બદલી કરવામાં આવી છે.
જ્યારે લીવ રિઝર્વ પીઆઈ જે. જે. પટેલની બી ડિવિઝન, બી ડિવિઝનના એ. બી. ગોહિલની સી ડિવિઝનમાં ટ્રાન્સફર કરવાનો હુકમ કર્યો છે. લીવ રિઝર્વ આર. બી. ગઢવીને વંથલી તથા વંથલીના આર. એ. ચૌધરીને લીવ રિઝર્વ, મહિલા યુનિટના એચ. વી. પટેલને વિસાવદર, ભવનાથના એચ. કે. હુંબલને એએચટીયુમાં તથા લીવ રિઝર્વ પીઆઈ એમ. સી. પટેલને ભવનાથ, મહિલા પોલીસ મથકના એચ. પી. ગઢવીને બીલખા, ટ્રાફિક પોલીસ સ્ટેશનના પી.કે. ચાવડાને મહિલા પોલીસ મથકમાં તથા લીવ રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર એમ. વી. રાઠોડને શીલ અને આર. પી. વણઝારાને ભેસાણ પોલીસ મથકમાં મૂકવામાં આવ્યા છે.(૨.૨)
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
