<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

સરધારના શ્રી સિંહમોઈ માતાના મંદિરે ચાલતા ધાર્મિક મહોત્‍સવમાં લોકોનું કિડીયારૂ ઉભરાયું

આટકોટઃ સરધાર ખાતે શ્રી સિંહમોઈ માતાના મંદિરે છેલ્લા એક મહિનાથી ચાલતા ધાર્મિક મહોત્‍સવમાં હાલ ભાગવત કથા ચાલે છે ભાગવત કથા દરમિયાન રોજ રાત્રે જુદા જુદા સાંસ્‍કળતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતુ જેમાં ત્રીજા દિવસે માતાજીનો નવરંગા માંડવામાં રાઘવભાઇ રાવળદેવ,સંજયભાઈ રાવળ,નિલેશભાઈ રાવળ સહિતના કલાકારોએ ડાકલાના તાલે લોકોને ડોલાવ્‍યા હતા ચોથા દિવસે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સાગરદાન ગઢવી,વિશાલ બાટી,ગોવિંદભાઈ ગઢવી,કિરણબેન ગઢવી,તન્‍વીબેન ગઢવી સહિતના કલાકારોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. ગઈકાલે સરધાર સ્‍વામિનારાયણ મંદિરના નિત્‍ય સ્‍વરૂપ સ્‍વામીની ૨૦૩૩ મી ઘર સભા યોજાઇ હતી આજે રાત્રે ભવ્‍ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્‍યું છે જેમાં સુપ્રસિદ્ધ કલાકાર કિર્તીદાન ગઢવી,મેરામણભાઇ ગઢવી,અનુભા ગઢવી,રાજભા ગઢવી સહિતના લોક ડાયરાના કલાકારો લોક ડાયરાની રમઝટ બોલાવશે.આવતીકાલે ભાગવત કથા વિરામ લેશે આ ધાર્મિક કાર્યક્રમને સરધારના તમામ ધર્મના,તમામ જ્ઞાતિના લોકોએ પોતાના ઘરે પ્રસંગ હોય એમ તન,મન,ધન થી જોડાઈ કાર્યક્રમ સફળ બનાવવા સરધારના ગ્રામજનો તેમજ આયોજકોએ જહેમત ઉઠાવી હતી આ ધાર્મિક મહોત્‍સવનો લાભ લેવા સરદારના ગ્રામજનો તેમજ આયોજકોની યાદીમાં જણાવ્‍યું છે. (તસવીર-અહેવાલ વિજય વસાણી-આટકોટ) 

 

(11:33 AM IST)