<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

ભાવનગરની હવાઈ સેવા બંધ થવાના કારણે નાગરિકો અને વેપારીઓમાં ભારે અસંતોષ ફેલાયો

કોઈ આગોતરા આયોજન વિના એર કનેક્ટિવિટી બંધ થતા ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સે આક્રોશ વ્યક્ત કર્યો

ભાવનગરની હવાઈ સેવા બંધ થવાના કારણે નાગરિકો અને વેપારીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે. 9 જૂનથી કોઈ આગોતરા આયોજન વિના એર કનેક્ટિવિટી બંધ થતા ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સે આક્રોશ વ્યક્ત કર્યો છે. 

   ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરકારને રૂબરૂ અને પત્ર દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી કોઈ પરિણામલક્ષી પગલા લેવાયા નથી. મુંબઈ અને પૂણે માટેની ફ્લાઈટ્સ અચાનક બંધ થતા વેપાર અને ઉદ્યોગકારો સહિત આશરે 20 લાખ જેટલા લોકોને હાલાકી ભોગવવવી પડી રહી છે

 

(11:45 AM IST)