News of Thursday, 6th November 2025
માળીયામિંયાણાના સોનગઢ ગામે ટેન્કરમાંથી ડિઝલ ચોરીનું કૌભાંડ પકડાયું : બે પકડાયા
ઉત્તરપ્રદેશના ટેન્કરચાલક અને સોનગઢના શખ્સની ૪૭.૧૪ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૬: મોરબી જિલ્લામાં કોલસો ચોરી, ડીઝલ ચોરી અને ગેસ ચોરીના બનાવ અવાર નવાર સામે આવે છે ત્યારે બુધવારે સાંજે માળીયા મિયાણા પોલીસે બાતમીને આધારે દરોડો પાડી સોનગઢ ગામે ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપી લઈ ઉત્તરપ્રદેશના ટેન્કર ચાલક અને સોનગઢના શખ્સને રંગે હાથ ઝડપી લઈ રૂ.૪૭.૧૪ લાખનો મૂદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે સોનગઢ ગામે રામજી મંદિર પાછળ દરોડો પાડતા જીજે -૧૯ - વાય - ૧૫૫૧નો ચાલક આરોપી શ્યામજીસિંગ કૈલાસસિંગ રાજપૂત રહે.બારેજા, દસક્રોઈ, અમદાવાદ અને આરોપી પરેશ ઉર્ફે લાલો ભુરાભાઈ વિરડા રહે.સોનગઢ તા.માળીયા મિયાણા વાળાને ટેન્કરમાંથી નળી વડે ડીઝલ કાઢતા ઝડપી લઈ ૨૦૦ - ૨૦૦ લીટર ડીઝલ ભરેલા ૯ બેરલ કિંમત રૂપિયા ૧,૪૪, ૦૦૦ તેમજ ૨૨ હજાર લીટર ડીઝલ ભરેલ એક આઇસર ટેન્કર કિંમત રૂપિયા ૪૫,૬૦,૦૦૦, લોખંડના વાલ્વ વાળી ૪ નળીઓ કિંમત રૂપિયા ૮૦૦ તેમજ ૧૦ હજારની કિંમતના બે મોબાઈલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
