<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

ગાયોનું રક્ષણ અને સેવા એ શ્રીકૃષ્‍ણની ભકિત : પંકજભાઇ જોષી

પોરબંદરમાં બામણિયા પરિવાર આયોજિત ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્‍તાહની પૂર્ણાહુતિ : સાધુ સંતો મહંતો નગરશ્રેષ્‍ઠી સહિત ભાવિકોએ કથાનો લાભ લીધો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૬: ગાયોનું રક્ષણ, સંવર્ધન અને સેવા એ શ્રી કળષ્‍ણની ભક્‍તિ છે તેમ શાષાી પંકજભાઇ જોષીએ પોરબંદરમાં  બામણીયા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્‌ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનું સમાપનમાં વ્‍યાસાસનેથી જણાવ્‍યું હતું.

કીડીને કીડિયારું, તુલસી કુંડા અને અન્નક્ષેત્રમા અને જરૂરીયાતમંદ લોકોને મોટું આર્થિક યોગદાન આપનાર તેમજ સામાજિક આઘ્‍યાત્‍મિક શૈક્ષણિક અને સેવાકીય પ્રવળત્તિઓમાં જિલ્લામાં સ્‍થાન ધરાવતા સ્‍વ. રાજીવ લીલાંવતી બામણીયા ચેરીટેબલ ફાઉન્‍ડેશનનાં પ્રમુખ અને પોરબંદર તાલુકા કોળી સમાજ કર્મચારી મંડળનાં સેવાકર્મી પ્રમુખ શ્રી નારણભાઇ પૂંજાભાઇ બામણીયા તથા બામણીયા પરિવાર દ્વારા આયોજિત આ શ્રીમદ્‌ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનું યજ્ઞોત્‍સવ સાથે સમાપન થયુ હતું.  

આ સપ્તાહ દરમિયાન સંતો, સાધુ, મહંતો,  નગર શ્રેષ્ઠીઓ સર્વ શ્રી પોરબંદર ચેમ્‍બર ઓફ કોમર્સનાં પ્રમુખ જિજ્ઞેશભાઇ કારીયા, સેન્‍ટ્રલ કો- ઓપરેટિંવ ક્રેડિટ સોસાયટીના પ્રમુખ સામતભાઈ ઓડેદરા, સાધુ સમાજ છાત્રાલયનાં પ્રમુખ જગદીશભાઇ ગોસાઈ,  સૌરાષ્‍ટ્ર કચ્‍છ બ્રહ્મસમાજના પૂર્વ પ્રમુખ અશ્વિનભાઇ દવે, વિકાસ ક્રેડિટ સોસાયટીના પ્રમુખ નગીનભાઇ પૈડા, સાઈ બાબા ક્રેડિટ સોસાયટીના પ્રમુખ વલ્લભભાઈ પટેલીયા ડાયરેક્‍ટર  પ્રમોદભાઇ ભાયાણી, વલ્લભભાઈ પટેલીયા, દિવેચા કોળી સમાજ ભદ્રકાળી ગરબી મંડળનાં પ્રમુખ  રામજીભાઇ બામણીયા, ટેનિસ સ્‍પોર્ટ્‍સ માધવીબેન સંજયભાઇ ઉપાઘ્‍યાય, ભાવસિંહજી હોસ્‍પિટલનાં સિવિલ સર્જન ડો. યાજ્ઞિકભાઇ વાજા પૂર્વ સર્જન ડો. અશોકભાઇ ગોહિલ, ડો. માલતીબેન બામણીયા, ગુરુકુળ મહિલા કોલેજનાં પૂર્વ પ્રોફેસર ડો.રમાબેન ગોહિલ, ડી એસ.પી કચેરીના નિવળત પી એ.શ્રી ધીરુભાઇ પાંડવ દીવેચાં કોળી સમાજ વંડીનાં પ્રમુખ  મગનભાઇ બામણીયા સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યાં હતા.

ભાગવતાચાર્ય પરમ પૂજ્‍ય શાષાી પંકજભાઇ જોષી (રાણા કંડોરણાંવાળા)નાં વ્‍યાસાસને સગીતમય શૈલીમા   શ્રીમદ્‌ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનાં સમાપન કરતાં જણાવ્‍યું હતું કે, ભાગવતનાં પ્રત્‍યેક શ્‍લોકમા શ્રીકળષ્‍ણનું ગાન છે જે શ્રી કળષ્‍ણ ભક્‍તિયોગથી ભરેલો છે શ્રીમદ્‌ ભાગવત એ ગ્રંથ નથી જીવન પથ દર્શક ગ્રંથ છે, શ્રીમદ્‌ ભાગવતમા ભગવાન શ્રી કળષ્‍ણનો ગૌ સેવાનો આદર્શ છે ભગવાન શ્રી કળષ્‍ણ એ ગાયને પોતાનું અભિન્ન સ્‍વરૂપ જ માન્‍યું છે શ્રીમદ્‌ ભાગવત દસમ સ્‍કંધનાં પાંચમા અધ્‍યાયમા નંદ મહોત્‍સવનું વર્ણન છે ગોકુળમા ભગવાન શ્રી કળષ્‍ણનું પ્રાગટય થતાં નંદરાયે મોટો ઉત્‍સવ મનાવ્‍યો હતો તેમાં ગાયને અગ્ર સ્‍થાન રાખવામાં આવી હતી. બંગલામા ગાડી નહિ પણ ગાય શોભે તેમણે ગૌ રક્ષા, સંવર્ધન અને સેવા એ શ્રી કળષ્‍ણની ભક્‍તિ ગણાવી હતી.

ભાગવત સપ્‍તાહમાં ઋષિ કુમારો દર્શનભાઇ જોષી, હસમુખભાઇ ભોગાયતાની નિશ્રામાં સંગીતકારોશ્રી દિલીપગિરિબાપુ, શ્રી શતીસ ગીરી બાપુ, શ્રી વિજય ભાઇ દવે, શ્રી જયેશ બાપુ ભારથી એ સંગીતમય ક થા ને સુર આપીને ભક્‍તિમય વાતાવરણ બનાવ્‍યું હતું.

 શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ દરમિયાન વિવિધ ઉત્‍સવોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં    ધંધુકારી મોક્ષ,   નળસિંહ પ્રાગટય,  વામન પ્રાગટયા, શ્રી રામ જન્‍મ ઉત્‍સવ,શ્રી કળષ્‍ણ જન્‍મોત્‍સવ( નંદ મહોત્‍સવ)  ગોવર્ધન પૂજા , શ્રી રૂક્‍મણી વિવાહ   પરિક્ષિત મોક્ષ સુદામા ચરિત્ર નો સમાવેશ કરવામાં આવ્‍યો હતો. 

સનાતન ધર્મના તારણહાર અને દ્વારકાધીશ શ્રી કળષ્‍ણપરમાત્‍માનાં અંસ અવતાર નેજાધારી શ્રી રામદેવજી મહારાજની પ્રસાદી મહોત્‍સવ યોજાયો હતો જેમાં ધ્‍વજારોહણ, શોભાતા યાત્રા સંત વાણી અને પાટોત્‍સવ ઉજવાયો હતો ગાદી પતી શ્રી વીનું ભાઇ દેસાણી, મયુર બાપુ, દેસાણી લંડનથી પધારેલ ભાનું બેન ટાંક, દિલીભાઈ પરમાર ગત ગંગાનાં ભક્‍તો ૐ સાઈ બાબા મંદિર ટેકા પરબનાં પ્રમુખ શ્રીરામ સીભાઇ બામણીયા, પ્રદીપભાઇ બામણીયા,રાજુભાઇ બામણીયા, જગુંભાઇ બામણીયા નાનુંભાઇ ચોહાણ, સહીતનાં ભક્‍તજનો હાજર રહ્યા હતાં એકતા એખલાસનાં સમનવય રૂપ શ્રી રામદેવજી મહારાજના આ ઉત્‍સવ અવસરે જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર હજારો ભક્‍તોએ મહાપ્રસાદ ભોજન રૂપે લીધો હતો.

ધારાસભ્‍ય અને  કેબિનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડિયા તથા પૂર્વ કેબિનેટ મંત્રી  બાબુભાઇ બોખીરીયા એ શુભેચ્‍છા પાઠવી હતી.

 શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાન. યજ્ઞ મા જિલ્લા કોળી સમાજ કર્મચારી મંડલનાં પ્રમુખ  રામભાઇ બગીચા, જિલ્લા કોળી સમાજ નવરંગ ગરબીનાં પ્રમુખ લાખાભાઈ મોકરીયા,  મંત્રી  હિતેશભાઇ ચુનીભાઇ વાજા,જિલ્લા કોળી સેનાનાં પ્રમુખ મનોજભાઇ મકવાણા, કેળવણીકાર ડો ઈશ્વરલાલ ભરડા, ભીમ નાથ રેલ્‍વેસ્‍ટેશન અન્ન ક્ષેત્રનાં સેવાકર્મી તુલસીભાઇ મકવાણા, જિલ્લા કોળી ઠાકોર સમાજના પ્રમુખ શ્રી અરજન ભાઇ આંત્રોલિ યા, ૐ સાઈ ટેકા પરબનાં પ્રમુખ શ્રી રામસીભાઇ બામણીયા, મોહનભાઇ સોલંકી, ભૂપતભાઇ ડાભી, ભીખુભાઈ પરમાર,  મગનભાઇ બામણીયા,  પ્રેમજી ભાઇ વાજા, વિનુભાઇ દેસાણી, હેમંતભાઇ મોક રિયા, પ્રદીપ ભાઇ બામણીયા, મહેશ ભાઇ ભૂવા, ભદુ ભાઇ ખેર હાજર રહયા હતા. સપ્‍તાહ આયોજન માટે સપ્‍તાહમાં નારણભાઇ પૂંજાભાઇ બામણીયા તથા હરીશભાઇ બામણીયા, હિતેશભાઇ બામણીયા, દામજીભાઇ પુંજાભાઇ બામણીયા સહીત બામણીયા પરિવારેᅠ જહેમત ઉઠાવી હતી.

(12:06 PM IST)