<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

જુનાગઢ જિલ્લાના કેશોદમાં સોપારીના વેપારીઓને ત્‍યાં જીએસટી ટીમના દરોડા

અન્‍ય રાજ્‍યોમાંથી આવતી સોપારીના સ્‍ટોકની જુદી જુદી ટીમો દ્વારા તપાસ

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા.૬: જુનાગઢ જિલ્લાના કેશોદમાં સોપારીના વેપારીઓને ત્‍યાં જીએસટી ટીમના દરોડા પડતા દોડધામ મચી ગઈ છે.

સોપારીના વેપાર સાથે સંકળાયેલા જુદા જુદા વેપારીઓની પેઢીઓમાં જીએસટી ટીમે તપાસ કરી છે. જેમાં અન્‍ય રાજ્‍યોમાંથી આવતી સોપારીના સ્‍ટોકની તપાસ કરવામાં આવી રહી છે.

કેશોદ શહેરમાં પાનના ગલ્લા અને કરિયાણાને લગતા હોલસેલ વેપારી પેઢીઓ પર બહારના રાજયોમાંથી આવતી સોપારીના સ્‍ટોકમેળને લઇ તપાસ હાથ ધરાઇ છે. આ અંગે સુત્રો માંથી મળતી માહિતી મુજબ સોપારીના સ્‍ટોકનું વેરીફિકેશન કરવામાં આવતુ હોવાનું જણાવ્‍યું છે.

જોકે દિવસ દરમ્‍યાન સેન્‍ટ્રલ જીએસટી ટીમે શહેરમાં અનેક સ્‍થળોએ સોપારીનું હોલસેલ વેચાણ કરતાં વેપારીઓને ત્‍યાં કાર્યવાહી ચાલુ રાખી હતી.

(3:17 PM IST)