News of Thursday, 6th November 2025
જામનગરના લીમડા લાઈન વિસ્તારમાં ચોરી કરવાનો પ્રયાસ કરનારા તસ્કરોને સ્થાનિક લોકોએ ચતુરાઈથી પકડી પાડ્યા
પાડોશીઓને શંકા જતા તાત્કાલિક એકત્ર થઈ કાર્યવાહી કરી: ત્રણમાંથી એક તસ્કરને લોકોએ દબોચી “મેથીપાક” ચખાડીને પોલીસના હવાલે કર્યો: બાકી બે તસ્કર અંધારાનો લાભ લઈ ફરાર

જામનગરના લીમડા લાઈન વિસ્તારમાં ચોરી કરવાનો પ્રયાસ કરનારા તસ્કરોને સ્થાનિક લોકોએ ચતુરાઈથી પકડી પાડ્યા હતા મળતી માહિતી મુજબ, મોડી રાત્રે ત્રિપુટી તસ્કર મકાનમાં ઘૂસવાના પ્રયાસમાં હતા, ત્યારે પાડોશીઓને શંકા જતા તેમણે તાત્કાલિક એકત્ર થઈ કાર્યવાહી કરી હતી અને ત્રણમાંથી એક તસ્કરને લોકોએ દબોચી લીધો અને તેને છોડવા બદલે “મેથીપાક” ચખાડીને પોલીસના હવાલે કર્યો હતો જયારે બાકી બે તસ્કર અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા હાલ પોલીસે ફરાર તસ્કરોની શોધખોળ શરૂ કરી છે અને CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિક લોકોની સતર્કતાથી મોટી ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો
(6:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
