News of Thursday, 6th November 2025
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટી-ઉધોગપતિ દિનેશભાઈ કુંભાણી (નર્મદા બાયોકેમ લીમીટેડ) વતનના ખેડૂતોની વ્હારે
બાદલપુર, પ્રભાતપુર, સાખડાવદર, સેમરાળા ગામના ૧૨૦૦ ખેડૂતોને આર્થિક સહાય કરી વતનનુ ઋણ અદા કર્યું

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના માથે આફત આવી છે ત્યારે આ કપરી પરિસ્થિતિમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટી અને ઉધોગપતિ દિનેશભાઈ કુંભાણી (નર્મદા બાયોકેમ લી.) ખેડૂતોની વ્હારે આવ્યા છે અને આર્થિક સહાયની જાહેરાત કરી છે. દિનેશભાઈ કુંભાણી દ્વારા જૂનાગઢ જિલ્લાના બાદલપુર, પ્રભાતપુર, સાખડાવદર અને સેમરાળા એમ ચાર ગામના આશરે 1200 જેટલા ખેડૂતોને (આશરે 2000 હેક્ટર) હેક્ટર દીઠ 11,000/- આર્થિક સહાય કોઈપણ હેક્ટરની મર્યાદા વિના આપવામાં આવશે. આમ દિનેશભાઈ કુંભાણીએ ખેડૂતોને આર્થિક સહાય કરીને ખરા અર્થમાં વતનનું ઋણ ચુકવ્યું છે અને ખેડૂતોનો સહારો બન્યા છે. આ કાર્ય બદલ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દિનેશભાઈ કુંભાણીને બિરદાવે છે.
(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
