<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

ખેડૂતોનો પાક નિષ્ફ્ળ જતા કોંગ્રેસ આક્રમક :સાવરકુંડલામાં બળદગાડામાં કપાસ ભરીને અનોખી રીતે વિરોધ દર્શાવ્યો.

વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત સહીત નેતાઓ ધરણામાં જોડાયા:કોંગ્રેસ નેતાઓ બળદગાડામાં બેસીને આવેદન પત્ર આપવા પહોચ્યા હતા

અમરેલીમાં કમોસમી વરસાદ કારણે ખેડૂતોનો પાક નિષ્ફ્ળ ગયા બાદ કોંગ્રેસ આક્રમણ બન્યું છે. સાવરકુંડલા કોંગ્રેસ દ્વારા પ્રતિક ધરણા યોજવા સાથે જાહેર સભા યોજી સરકારને ઘેરી હતી. વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત સહીત નેતાઓ ધરણામાં જોડાયા હતા. સાવરકુંડલા ભાજપના ગઢમાં ખેડૂતોની સૌથી મોટી સંખ્યામાં જોડાયા હોવાનો દાવો પણ કરાયો છે. બળદગાડામાં કપાસ  ભરીને અનોખી રીતે વિરોધ દર્શાવ્યો. બળદગાડામાં બેસી પ્રતાપ દુધાત, પરેશ ધાનાણી કોંગ્રેસ નેતાઓ આવેદન પત્ર આપવા પહોચ્યા હતા. .

(8:38 PM IST)