ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
News of Thursday, 6th November 2025
ચુડા-લીંબડી રોડ પર ગમખ્વાર અકસ્માત: એક ખાનગી બસ અથડાતા 8થી વધુ લોકો ઘાયલ
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા-લીંબડી રોડ પર આવેલા ગોખરવાળા પાટીયા નજીક ખાનગી ટ્રાવેલ બસ સાથે અન્ય વાહનમા અથડાઈ

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા-લીંબડી રોડ પર આવેલા ગોખરવાળા પાટીયા નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એક ખાનગી ટ્રાવેલ બસ સાથે અન્ય વાહનના અથડાવાને કારણે થયો હતો. આ ધડાકાભેર ટક્કરના કારણે ઓછામાં ઓછા આઠથી વધુ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં જ ઈજાગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને અકસ્માત કેવી રીતે થયો તે અંગેની તપાસ હાથ ધરી હતી.
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
