<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાથી થયેલ મો.સા.ની ચોરીના આરોપીને મુદામાલ સાથે પકડી પાડતી ધ્રોલ પોલીસ: અન્ય ચોરીનો ભેદ ઉકેલ્યો

સગડીયા ગામથી ચારેક દિવસ પહેલા ચોરી કરેલ મોં.સા સાથે આરોપીને ઝડપી લેવાયો : ધ્રોલ અને કાલાવડમાંથી મોં,સા, ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો

ધ્રોલ પોલીસ સ્ટેશન પો.હેડ કોન્સ. રાજેશભાઈ કે.મકવાણા તથા હરદેવસિંહ જે. જાડેજા તથા પો.કોન્સ. રઘુવીરસિંહ ચંદભા જાડેજા તથા નાગજીભાઈ પુંજાભાઈ ગમારા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક ઇસમ શંકાસ્પદ મો.સા. લઇને ધોલથી જામનગર તરફ જાય છે, જે હકિકત વાળો શખ્શ મો.સા. લઇને આવતા તેને રોકી પુછપરછ કરતા તેની પાસે રહેલ મો.સા. પોતે સગાડીયા ગામમાથી ચારેક દિવસ પહેલા ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ, તેમજ મજકુર ઇસમની યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા મજકુર પકડાયેલ ઇસમ જણાવતો હોય કે, આ સિવાય ધ્રોલ માર્કેટીંગ યાર્ડની પાછળના ભાગે નદીના કાંઠે બાવળની કાંટમાં અન્ય એક મો.સા સંતાડી રાખેલ હોય, જે મો.સા. પોતે કાલાવાડના રણુજા મંદિરની સામેથી પંદરેક દિવસ પહેલા ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ, જેથી સદરહુ ઇસમની ચોરી કરેલ બે મો.સા. સાથે ધોરણસર ધરપકડ કરેલ છે.
આરોપી નાનકો ઉર્ફે દિપક રેમસિંગભાઈ બામણીયા (ઉ.વ.૨૩) ધંધો, ખેત મજુરી( રહે. ઇન્દરસીંગ ચોકી ગામ તા.જી.અલીરાજપુર રાજ્ય-મધ્યપ્રદેશ) આરોપી પાસેથી કબ્જે કરેલ મુદામાલ (૧) હીરો કંપનીનુ સ્પ્લેન્ડર મો.સા. રજી.નંબર GJ-10-DM-7832 કિ.રૂ.50,000/-૨) હિરો કંપનીનુ પેશન પ્રો રજી.નંબર-GJ-10-BL-28.35 કિ.રૂ.૩૫,૦૦0/-
આરોપી વિરૂધ્ધ શોધી કાઢેલ ગુન્સ
(૧) ધોલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં-૧૧૨૦૨૦૧૪૨૫૦૮૬૧/૨૦૨૫ BNS કલમ ૩૦૩(૨) મુજબ

(૨) કાલાવાડ ટાઉન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૨૦૩૦૨૫૦૭૮૯/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૩૦૩(૨) મુજબ
આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ
(૧) મોરબી તાલુકા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૯૦૦૫૨૪૧૯૬૫/૨૦૨૪ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
(૨) પડધરી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૩૦૪૨૨૩૦૨૫૨/૨૦૨૩ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
(૩) પડધરી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૩૦૪૨૨૪૦૩૧૨/૨૦૨૪ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
આરોપી દિવસ દરમ્યાન કોઇ મો.સા. ચાલક તેમના મો.સા.ની ચાવી મો.સા. મા લગાડેલ રાખી ભુલી ગયેલ હોય, તે દરમ્યાન તેવા મો.સા. ની ચોરી કરવાની ટેવ ધરાવે છે
આ કામગીરી ધોલ પો.સ્ટે. ના પો.ઇન્સ. શ્રી એચ.વી.રાઠોડ તથા પો.હેડ કોન્સ. રાજેશભાઇ કે મકવાણા તથા હરદેવસિંહ જે.જાડેજા તથા જતીનભાઇ ડી ગોગરા તથા પો.કોન્સ. રઘુવીરસિંહ ચંદુભા જાડેજા તથા નાગજીભાઇ પુંજાભાઇ ગમારા તથા ભગીરથસિંહ કે. જાડેજા નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

(11:21 PM IST)