<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

અઢી કલાક બાદ પણ જેટકો સબ સ્ટેશનની આગ ઓલવાઈ નથી હજુ બેક કલાક લાગશે

વિસ્ફોટ સાથે લાગેલી આગ બુઝાવવા હાલમાં મોરબીની ત્રણ ટીમ ઉપરાંત વાંકાનેર અને રાજકોટની એક-એક ટીમ આગ બુઝાવી રહી છે

( જયેશ ભટાસણા દ્વારા ) ટંકારા :મોરબીના જેતપર પીપળી રોડ ઊપર આવેલ જેટકોના 220 કેવી સબસ્ટેશનમાં રાત્રીના સવા આઠેક વાગ્યાના અરસામાં આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડને જાણ કર્યા બાદ આગ પ્રચંડ હોય મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. વિસ્ફોટ સાથે લાગેલી આગ બુઝાવવા હાલમાં મોરબીની ત્રણ ટીમ ઉપરાંત વાંકાનેર અને રાજકોટની એક-એક ટીમ આગ બુઝાવી રહી છે. સાથે જ રાજકોટથી વધુ એક ટીમ બોલાવવામાં આવી હોવાનું પણ મોરબી ફાયર બ્રિગેડે જાહેર કર્યું હતું. હાલમાં આગના લબકારા ચાલુ હોય વીજ ટ્રાન્સફોર્મરમાં જ્યાં સુધી ઓઈલનો જથ્થો હોય ત્યાં સુધી કુલિંગ પ્રક્રિયા ચાલુ રાખી હજુ પણ એકથી બે કલાક બાદ આગ સંપૂર્ણ ઓલાવાઈ શકે તેમ હોવાનું ફાયર વિભાગે જણાવ્યું હતું

(11:34 PM IST)