News of Friday, 7th November 2025
કનેસરા ખડવાવડી પાસે કાર વિજપોલ સાથે અથડાતા બે નાં મોત

આટકોટ તા.૭:જસદણના કનેશરા ખડવાવડી રોડ વચ્ચે કાર વીજપોલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત થતા કારમાં સવાર બે ના ઘટનાસ્થળે મોત થયા હતા. ઘટનાસ્થળે સેવાભાવી લોકો દોડી ગયા હતા. ખડવાવડી ગામના સામત માધા મકવાણા તેમજ સંજય પ્રેમજી પલાળીયાના મોત થયેલ. કાર ઓવર સ્પીડમાં હોવાની પ્રાથમિક માહિતી મળી છે. અકસ્માત થતા કાર નીચે દબાયેલા બંને વ્યક્તિને બહાર કઢાયા હતા અને બંને મળતક જસદણના ખડવાવડી ગામના રહેવાસી હતા. બંનેનો મળતદેહ પીએમ અર્થે જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.
મહાલ ભાડલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નાના એવા ખડવાવડી ગામમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.(૨.૩)
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
