તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Friday, 7th November 2025
નિકાવામાં કંપનીમાં કામ કરતાં બંગાળી યુવાનનું વિજકરંટથી મોત
૩૨ વર્ષના બાસુદેવ બારીકે રાજકોટમાં દમ તોડી દીધો

રાજકોટ તા. ૭: કાલાવડના નિકાવામાં આવેલી કંપનીમાં કામ કરતાં મુળ બંગાળના યુવાનને વિજકરંટ લાગી જતાં મોત નિપજતાં મજૂરોમાં ગમગીની વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ નીકાવામાં આવેલી કોમેટ પોલી પ્લાસ્ટ નામની કંપનીમાં કામ કરતો અને ત્યાં જ રહેતો મુળ પヘમિ બંગાળનો બાસુદેવ નારાયણપરી બારીક (ઉ.વ.૩૨) નામનો યુવાન સાંજે કંપનીમાં હતો ત્યારે સ્વીચ બોર્ડમાંથી કરંટ લાગતાં બેભાન થઇ જતાં કાલાવડ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેનું રાતે મૃત્યુ થયું હતું.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, ધર્મેન્દ્રભાઇ હુદડ સહિતે કાલાવડ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર બે ભાઇ અને બે બહેનમાં બીજો હતો. અહિ છ વર્ષથી રહી કામ કરતો હતો. તેને સંતાનમાં એક દિકરી છે. બનાવને પગલે સાથી કર્મચારીઓ, પરિવારજનો, ફેક્ટરી સંચાલકોમાં ગમગીની છવાઇગઇ હતી. (૧૪.૫)
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
