<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

અગાઉના પ્રેમસબંધનું મનદુઃખ રાખી વાતચીત કે વ્‍યવહાર ન રાખતા દામનગરના મુળીયાપાટ ગામે પરીણીતા ઉપર હુમલો

બે શખ્‍સોએ ગૃહઅપપ્રવેશ કરી વાતચીત તથા સબંધનો વ્‍યવહાર રાખવા દબાણ કરી મારમારી ધમકી આપ્‍યાની ફરિયાદ

 

 

 (અરવિંદ નિર્મલ દ્વારા) અમરેલી તા. ૭ :.. મુળીયાપાટ ગામે રહેતી પરીણીતાને દામનગરના સુમિત કાંતિભાઈ બારૈયાએ આજથી ચારેક વર્ષ પહેલા દામનગર એક જ હીરાના કારખાનામાં હીરા ઘસતા હતા.તે દરમ્‍યાન પરીણીતાને સુમિત કાંતીભાઈ બારૈયાએ હીરા શીખવાડેલ હોય જેથી પરીણીતા સાથે ભાઈ બહેનનો સબંધ હોય અને ત્‍યારબાદ સુમિતના મિત્ર ધામેલ ગામના રવિ બાવાજી સાથે પરીણીતાને પ્રેમસબંધ બંધાયેલ હતો.પરંતુ છેલ્લા એકાદ વર્ષથી તેમણે રવિ સાથે વાતચીત કે સબંધનો વ્‍યવહાર રાખતા ના હોય.જે વાતનું સુમિત-તથા રવિએ મનદુઃખ રાખી પરીણીતાના થરે બાઈક ઉપર જઈ ઘરમાં ગળહ અપપ્રવેશ કરી બંને આરોપીઓએ પરીણીતાને રવિ સાથે વાતચીત તથા સબંધનો વ્‍યવહાર રાખવા દબાણ કરી ગાળો બોલી હાથ પકડી ઝપાઝપી કરી ગાલ ઉપર બે લાફા મારી ગુનાહિત બળવાપરી  હડઘુત કરી બંને આરોપીઓએ પરીણીતા તથા ! તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી   ગુનો કર્યાની દામનગર પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

સાવરકુંડલાના સીમરણ

ગામના પાટીયા નજીક ટ્રકે ફોરવ્‍હીલને હડફેટે ચડાવ્‍યું

 સીમરણ ગામના પાટીયા નજીક ગુરૂપ્રસાદ હોટલ પાસે અમરેલીના મોહિતભાઈ જગદીશભાઈ પરમાર ઉવ. ૨૮ હુંડાઈ કંપનીની ગ્રાન્‍ડ આઈ-૧૦ નીયોન ફોરવ્‍હીલ જી.જે.૧૪ આઈ.સી. ૧૧૩૮ લઈને જતા હતા.ત્‍યારે અજાણ્‍યા ટ્રકના ચાલકે પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી ફોરવ્‍હીલ સાથે અથડાવતા મોહિતભાઈને જમણી બાજુની ગરદન પાસે તથા બંને હાથમાં મુંઢ ઈજાઓ કરી નાસી ગયાની સાવરકુંડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ભાવનગરમાં પરીણીતાને ત્રાસ

ભાવનગરમાં રહેતી મોનીકાબેન હાર્દિકભાઈ ચુડાસમા ઉ.વ.૩૦ હાલ પિયર લીલીયાના દાડમા ગામે તેમણે ભાવનગર સાસરીયામાં પતિ હાર્દિક કિશોરભાઈ ચુડાસમા,નેહલબેન અશ્વિનભાઈ પરમાર,અશ્વિન દાસભાઈ પરમાર દ્વારા નાની નાની વાતોમાં મેણાટોણા બોલી ગાળો બોલી પતિ હાર્દિકે શરીરે ઢીકાપાટુંનો મુંઢમાર મારી શારીરીક અને માનસિક દુઃખ ત્રાસ આપી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની લીલીયા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

રાજુલામાં જાહેરનામાનો ભંગ

રાજુલામાં વડિયાના ધર્મેશ સંગ્રામભાઈ સરવૈયા જીલ્લા મેજીસ્‍ટ્રેટના ભારે વાહન ઙ્કવેશબંધી જાહેરનામાનો ભંગ કરતા પો.કોન્‍સ અમીતભાઈ મકવાણાએ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અમરેલી જીલ્લામાં ૪૨ સ્‍થળોએ દેશી દારૂના દરોડાઓ

અમરેલી જીલ્લામાં પોલિસે જુદા જુદા ૪૨ સ્‍થળોએ દેશી દારૂના દરોડાઓ પાડી ૫ મહિલાઓ સહિત ૩૦ શખ્‍સોને મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.જેમાં પીપાવાવ, ખાંભા,વંડા, સાવરકુંડલા રૂરલ, રાજુલા, ચલાલા, અમરેલીસીટી,લાઠી, જાફરાબાદ  ડુંગર,વડિયા,નાગેશ્રી,બગસરા,લીલીયા,મરીન મરીન,જાફરાબાદ,દામનગર,સાવરકુંડલા ટાઉન,બાબરા પોલિસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જયારે જીલ્લામાં પોલિસે જૂદા જુદા સ્‍થળોએથી નશો કરી ઢીંગલી થયેલ હાલતમાં નીકળતા ૧૫ શખ્‍સોને ઝડપી લઈ જેલની હવા ખવડાવી સરભરા કરી હતી.

જેમાં ડુંગર,વડિયા,મરીન પીપાવાવ, વંડા, ધારી, અમરેલી સીટી, જાફરાબાદ,સાવરકુંડલા ટાઉન અને બાબરા પોલિસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (પ-૧ર)

(11:05 AM IST)