News of Friday, 7th November 2025
ભારતી આશ્રમમાંથી મહાદેવ ભારતીની હકાલપટ્ટીઃહરીહરાનંદજીએ કાઢી મૂકયા
પોલીસ નિવેદનમાં ફરિયાદ કરવાનો મહાદેવ ભારતીએ ઇન્કાર કરતા વિવાદનો અંત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ તા. ૦૭, : છેલ્લા એક અઠવાડિયાથી ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી ગુમ થવાથી લઈને જંગલ વિસ્તારમાંથી પરત મળ્યા બાદ ગઈકાલે તેમના ગુરુ હરીહરાનંદ ભારતીએ મહાદેવ ભારતીને ભારતી આશ્રમની તમામ પરંપરા અને શિષ્ય તરીકે મુક્ત કરીને ભારતી આશ્રમમાંથી હકાલપટ્ટી કરી તમામ જવાબદારીઓમાં મુક્ત કરી દીધા હતા. તો બીજી તરફ મહાદેવ ભારતીએ ફરિયાદ કરવાનો ઇન્કાર કરતા તેમના પ્રકરણનો પણ અંત આવી ગયો હતો.
ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ ભારતીએ જણાવ્યું હતું કે, મહાદેવ ભારતીને તેમના શિષ્ય પદેથી મુક્ત કર્યા છે. સાથે સાથે ભારતી આશ્રમની જે જવાબદારી મહાદેવ ભારતીને સોંપવામાં આવી હતી. તે તમામ કામગીરી પણ તેમણે ભારતી આશ્રમના મહંત તરીકે તેમની પાસેથી પરત લઈને જુનાગઢ, નર્મદા અને અમદાવાદના સરખેજ તેમજ વાંકિયા આશ્રમની તમામ જવાબદારીઓ પણ પોતે નિર્વાહન કરશે.
પાંચ પાનાની સ્યુસાઇડ નથી ગુમ થયેલા મહાદેવ ભારતી ગઈકાલે સ્વસ્થ થતા પોલીસે તેનું નિવેદન લીધું હતું. જેમાં તેમણે કોઈ સામે ફરિયાદ કરી અન્ય કોઈ કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો હતો તેના બદલે આ વિવાદનો અંત આવ્યો હતો
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
