<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

આટકોટના મેઘપર પાસે કારે બાઇકને ઉલાળતા જામકંડોરણા પંથકના શંભુભાઇ શિયાળનું મોત

સુરાપુરા દાદાના દર્શને જતો'તાને મેઘપર ગામના પાટીયા પાસે અકસ્‍માત નડયોઃ બે ભાઇએ પિતાની છત્રછાયા ગુમાવતા અરેરાટી

રાજકોટ, તા. ૭ :  આટકોટના મેઘપર ગામના પાટીયા પાસે કારે બાઇકને ઉલાળતા સુરાપુરા દાદાના દર્શને જતા બાઇક ચાલક જામકંડોરણા પંથકના આધેડનું મોત નીપજયું હતું.

મળતી વિગતો મુજબ જામકંડોરણાના ધોળીધાર ગામની સીમમાં રહેતા શંભુભાઇ શિયાળ બાઇક નં. જી.જે. ૦૪ ઇ.એલ. ૦૧ર૭ ના લઇ તેના વતન વેજોદરી ગામ (તા. તળાજા) ખાતે સુરાપુરા દાદાના મંદિરે દર્શન કરવા જતા હતા ત્‍યારે આટકોટના મેઘપર ગામના પાટીયા પાસે પહોંચતા વાસાવડ તરફથી આવતી બ્રેઝા કાર નં. જી.જે. ૦જે એક ૧૦પ૮ ના ચાલાકે હડફેટે લેતા શંભુભાઇને ગંભીર ઇજા થતા પ્રથમ ગોંડલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ લઇ જવાતા હતા તે દરમિયાન તેમનું રસ્‍તામાં પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. મૃતક શંભુભાઇને પરિવારમાં બે પુત્રો છે. જેણે પિતાની છત્રાછાંયા ગુમાવતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.  આ બનાવ અંગે મૃતકના પુત્ર સંજયભાઇ શિયાળ (કોળી)એ કાર ચાલક સામે ફરીયાદ કરતા આટકોટ પોલીસે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

(11:58 AM IST)