<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

જામનગર સિંધી સમાજમાં સિંધી જાતિ અને ઇષ્ટદેવ મુદે કરેલ એલફેલ ટિપ્‍પણીથી આક્રોશનો જ્‍વાળામુખી ફાટયો

સિંધી જાતિ વિશે ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલ પ્રત્‍યે છતીસગઢના અમિત બઘૈલની અભદ્ર ટિપ્‍પણી વિરૂધ્‍ધ રેલી ラ કલેક્‍ટરને આવેદન પાઠવાયું: કડક કાર્યવાહીની માંગ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૭: : છત્તીસગઢ રાજ્‍યના રાયપુર ખાતે જેસીપી અધ્‍યક્ષ અમિત બઘૈલ દ્વારા સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલજી વિરૂધ્‍ધ અયોગ્‍ય, અભદ્ર અને અપમાનજનક ટિપ્‍પણીઓ કરવામાં આવી હતી. આ ઘટનાથી સમગ્ર સિંધી સમાજની ધાર્મિક અને સામાજિક લાગણીઓને ગંભીર ઠેસ પહોંચી છે.

આ ઘટનાના વિરોધમાં  જામનગર સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ ચોક સ્‍થિત ઝૂલેલાલ મંદિર પાસે ભવ્‍ય રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. મોટી સંખ્‍યામાં સમાજના સભ્‍યો, યુવાનો અને મહિલાઓ ઉપસ્‍થિત રહ્યા હતા ‘‘અમિત બઘૈલ મુર્દાબાદ,'' સિંધિયત કા અપમાન નહી સહેંગે,'' ‘‘અપને ઇષ્ટ કા અપમાન નહી સહેંગે'', ‘‘અમિત બઘૈલ માફી માંગો'' જેવા સૂત્રોચારોથી ઝૂલેલાલ ચોક થી કલેક્‍ટર કચેરી સુધી રેલી કાઢી  જિલ્લા કલેક્‍ટર કચેરીએ આવેદન પાઠવી અમિત બઘૈલ વિરૂધ્‍ધ BNS કલમ ૨૯૯ અને ૧૯૬ હેઠળ કાનૂની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી.  (તસવીરોઃ  કિંજલ કારસરીયા, જામનગર)

(12:25 PM IST)