<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

અમરેલીમાં વસંતભાઈ ગજેરાની ઉપસ્‍થિતિમાં તોહમિલન કાર્યક્રમ યોજાયો

 

 અમરેલી, શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્‍પિટલ તથા શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્‍પસ - વિદ્યાસભા, અમરેલીના સંયુક્‍ત ઉપક્રમે તોહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ગજેરા ટ્રસ્‍ટ, લક્ષ્મી ડાયમંડ, પટેલ સંકુલ, વિદ્યાસભા, મેડીકલ કોલેજ, જનરલ હોસ્‍પિટલના પ્રમુખ માનનીયશ્રી વસંતભાઈ ગજેરા સાહેબ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. તેમજ બકુલભાઈ ગજેરાની ઉપસ્‍થિતિ રહી હતી. કાર્યક્રમમાં સંસ્‍થાઓના તમામ સ્‍ટાફ સભ્‍યો સાથે અમરેલી શહેરના વિવિધ સેવાભાવી સંસ્‍થાઓ અને સમાજના અગ્રણીઓએ કાર્યક્રમને ગૌરવમય બનાવ્‍યો હતો. માનનીય વસંતભાઈ એ અમરેલીમાં શિક્ષણ તથા આરોગ્‍ય ક્ષેત્રે વધુ સુવિધાઓ વિકસે તેવી શુભેચ્‍છા વ્‍યક્‍ત કરી હતી. સાથે જ તેમણે વાત્‍સલ્‍ય-ધામના નિર્માણ અંગે અગ્રણીઓ સાથે ચર્ચા કરી તથા તેની કાર્યપદ્ધતિ અંગે સૌને માહિતગાર કર્યા હતા. વાત્‍સલ્‍યધામ તમામ સમાજના હિતાર્થે બનવા જઈ રહ્યું છે તે બદલ સૌએ ગજેરાને અભિનંદન પાઠવ્‍યા હતા.

(12:31 PM IST)