News of Friday, 7th November 2025
વાંકાનેરમાં ૧૦ લાખના ચેકરિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા
રૂ.૧૦ લાખ ફરીયાદીને વળતર પેટે ચૂકવવા આદેશ

રાજકોટ, તા.૭: વાંકાનેરના રૂ.૧૦ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદની સજા તથા રૂ.૧૦ લાખ ફરીયાદીને વળતર ચુકવવાનો હુકમ કોર્ટે ફરમાવેલ હતો.
આ કેસની ટૂંકમા હકીકત એવી છે કે, ફરિયાદી (રમેશકુમાર પરસોતમભાઈ મસુરીયા) તથા આરોપી(અરવિંદ ડાયાભાઈ ગેવરિયા રહે.વિસાવદર) વચ્ચે મિત્રતાનો સંબંધ હોય તે સબબ આરોપીને અંગત કામ માટે રૂપિયાની જરૂરિયાન હોય જેથી ફરિયાદી પાસે પૈસાની માંગણી કરતા ફરિયાદીએ તા.૧૪/૦૫/૨૦૨૪ ના રોજ રૂ.૧૦ લાખ વગેર વ્યાજે મિત્રતાના નાતે હાથ ઉછીના આપેલ જે પેટે આરોપીએ નોટરી રૂબરૂ પ્રોમિસરી નોટ લખી આપેલ. ત્યારબાદ સદર હાથ ઉછીની રકમ ફરિયાદીએ પરત માંગતા આરોપીએ તેની ખાતાનો ચેક લખી આપેલ જે ચેક ફરિયાદીએ બેંકમા વટાવવા નાખતા ચેક ફંડ ઇન્સફીસીયન્ટના શેરા સાથે પરત ફરેલ. જેથી ફરિયાદીએ આ બાબતની જાણ કરતા આરોપીએ અયોગ્ય જવાબ આપેલ જેથી ફરિયાદીએ વકીલ શ્રી એસ.એમ.શેરસીયા મારફત ડિમાન્ડ નોટિસ મોકલેલ જે નોટિસનો આરોપીએ કોઈ જવાબ આપેલ નહિ કે ચેક મુજબની રકમ ચુકવેલ નહી, જેથી ફરિયાદીએ વકીલ શ્રી એસ.એમ.શેરસીયા મારફત વાંકાનેર કોર્ટમાં ઘી નૈગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ ની કલમ -૧૩૮ મુજબની ફરિયાદ દાખલ કરેલ.
કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટએ બંને પક્ષકારોના રજુ થયેલ પુરાવા અને દલીલો સાંભળી આરોપીને તકસીરવાન ઠરાવી ૧ વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ રૂ.૧૦ લાખ વળતર તરીકે ફરિયાદીને ચુકવવાનો હુકમ કરેલ છે.
સદર કામે ફરિયાદી તરફે મુસ્કાન એસોસિએટસના યુવા એડવોકેટ શીરાકમુદ્દીન એમ. શેરસીયા (ગઢવાળા), શહેનાઝ એ. માથકિયા તથા મદદમા આસિસ્ટન્ટ તરીકે કુલસુમ એન. ખોરજીયા તથા સહજાદ જી. પરાસરા રોકાયેલ હતા.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
