News of Friday, 7th November 2025
લાખો રૂપીયાના કોલસા કૌભાંડમાં ૮ આરોપીને ઝડપતી દેવભુમી દ્વારકા એલસીબી
રૂા.૬૭.પ૦ લાખનો મુદામાલ જપ્ત : નાયરા કંપનીથી જીએચસીએલ કંપની સુત્રાપાડામાં પેટ કોકના જથ્થાના પરિવહનમાં ખંભાળીયા જીઆઇડીસીમાં સિધ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝમાં ભેળસેળ કરીને કૌભાંડ આચર્યુ'તું

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૭: નાયરા કંપનીથી જીએચસીએલ કંપની સુત્રાપાડા ખાતે પેટ કોકના જથ્થાના પરીવહનમાં ખંભાળીયા ઞ્ત્ઝઘ્ માં આવેલ સિધ્ધનાથ ઇસ્ટ્રીઝમાં ભેળસેળ કરી લાખો રૂપીયાના કોલસા કૌભાંડમાં આઠ(૦૮) આરોપીઓ વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી-એલ.સી.બી., દેવભૂમિ દ્વારકાની ટીમે ઝડપી લીધા છે.
એ.એસ.આઇ. સજુભા જાડેજા, ડાડુભાઈ જોગલ, હેડ કોન્સ. ખીમાભાઇ કરમુર, સહદેવસિંહ જાડેજાનાઓની ટીમને સંયુક્તમાં મળેલ બાતમી હકિકત આધારે ખંભાળીયા કંચનપુર જીઆઇડીસી માં આવેલ સિધ્ધનાથ ઇસ્ટ્રીઝ ખાતે જઇ તપાસ કરતા નાયરા કંપનીમાંથી પેટ કોકનો જથ્થો ભરી સીએલએલ કંપની સુત્રાપાડા ખાતે પહોંચાડવા માટે સમીર ટ્રાન્સપોર્ટ રાણાવાવ સાથે લેખીત કરાર થયેલ જે પૈકીનું ટ્રક નં.જીજે-૧૪-ઝેડ-૯૪૫૫ નું પેટ કોકનો જથ્થો ભરેલ ટ્રક તાલપત્રી કાઢેલ જોવામાં આવતા સદર સ્થળે પ્રાથમીક તપાસ હાથ ધરતાં નીચે જણાવેલ આરોપીઓ પૈકી નં.(૧), (૨),(૬),(૭), (૮) નાઓની પુછપરછ દરમ્યાન જણાઈ આવેલ કે કિંમતી પેટ કોકના જથ્થામાં નજીવી કિંમતનો હલકી ગુણવતા વાળો લો-ગ્રેડ રફ કોલસાનો જથ્થો આશરે ૬ થી ૭ મેટ્રીક ટન સુધીનો ભેળસેળ કરી તેમને મળતા પરીવહન ભાડા-ભથ્થા ઉપરાંતનો વધારાનો અનુચિત લાભ મેળવવા માટે સદર સ્થળેથી ભેળસેળ કરેલ પેટ કોકનો જથ્થો, ભેળસેળ કરવા માટેનો લો-ગ્રેડ કોલસાનો જથ્થો તેમજ ભેળસેળ કરવા ઉપયોગમાં લેવાતા લોડર, ટ્રક જેવા વાહનો સાથે ભેળસેળનું ષડયંત્ર કરવાની તૈયારી સાથે મળી આવતા નીચે જણાવેલ મુજબના મુદામાલ પૈકીનો નં.(૧) થી (૮) અને (૧૪) મુજબનો કિ.૩. ૩૭,૪૬,૧૨૭/- કબ્જે કરી એફ.એસ.એલ. અધિ. ની રૂબરૂમાં પેટ કોક અને રફ કોલસાના પરીક્ષણ કરવા સારૂ અલગ અલગ સેમ્પલો મેળવી આ ષડયંત્રમાં કોની કોની સંડોવણી તેમજ કેટલા વાહનોમાં ભેળસેળ કરેલ જે સબંધે ખંભાળીયા પોલીસ સ્ટેશન જાણવા જોગ નંબર-૮૧/૨૦૨૫ તા.૧૯/૦૯/૨૦૨૫ થી નોંધી પ્રાથમીક તપાસ હાથ ધરવામાં આવેલ હતી.
રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા નાઓએ આવા ભેળસેળ કરનાર આરોપીઓ વિરૂધ્ધ તલસ્પર્શી અને ઝીણવટ ભરી રીતે તપાસ હાથ ધરી કડક કાર્યવાહીનો આદેશ કર્યો હતો.
નાયરા કંપનીમાં ઉત્પાદીત થતો આર્ટીફીશથલ બનાવટનો પેટ કોકનો જથ્થો જેના એક મેટ્રીક ટનનો રૂ.૧૪,૨૯૦/- ની કિંમતનો જથ્થો ખરીદ કરનાર જીએચસીએલ કંપની સુત્રાપાડા ખાતે હજારો મેટ્રીક ટન પહોંચાડવા વાર્ષીક લેખીત કરાર કરેલ જે સબંધે ટ્રકો દ્વારા પરીવહન કરવા માટે જીએચસીએલ કંપની સુત્રાપાડા દ્વારા સમીર ટ્રાન્સપોર્ટ રાણાવાવ સાથે છેલ્લા પાંચ વર્ષથી વાર્ષીક કરારો કરવામાં આવતા હતા આ ચાલુ વર્ષે પણ નિયત શરતોને આધિન લેખીત કરારો કરેલ જે સમીર ટ્રાન્સપોર્ટ રાણાવાવ દ્વારા આકાશ એન્ટરપ્રાઇઝ નામના ટ્રાન્સપોર્ટને પેટા કરારથી અમુક ટ્રકો પરીવહન અર્થે લેખીત કરાર કરેલ જે મુજબ આકાશ એન્ટરપ્રાઇઝના માલિક વહિવટકર્તા દિલીપભાઇ લખમણભાઇ ઓડેદરા નાઓએ નીચે જણાવેલ સિધ્ધનાથ ઇસ્ટ્રીઝ અને વે-બ્રીજના માલિક વહિવટકર્તા સાથે મળી તમામ ડ્રાઇવરો સાથે મિલાપીપણું કરી તેમને મળતા લાભ ઉપરાંતનો વધારાનો અનુચીત લાભમેળવવા પુર્વાયોજીત કાવતરૂ રચી આકાશ એન્ટરપ્રાઇઝ હેઠળ ચાલતા ટૂંકો પૈકી (૧) જીજે-૧૪-ઝેડ-૯૪૫૫ (ફેરા-૦૩), (ર) જીજે-૦૩-એઝેડ-૭૧૫૨ (૨૧-૦૩), (૩) જીજે-૦૩-એઝેડ-૯૧૫૨ (ફેરા-૧) (૪) જીજે-૧૨-એયુ-૬૬૮૪ (ફેરા-૧) આમ કુલ આઠ(૦૮) ફેરામાં ૨૬૭.૭૩ મેટ્રીક ટન કિ.રૂ.૪૫,૧૪,૫૧૬/- ના પેટ કોકના જથ્થામાં નજીવી કિંમતનો રફ કોલસાનો ૫૧ મેટ્રીક ટન ઉપરનો ભેળસેળ કરી અંદાજીત સાડા આઠ લાખ ની માતબર રકમ ઉપરનો અનુચિત લાભ મેળવેલનું તપાસ દરમ્યાન ટેકનીકલ લેવલે, દસ્તાવેજી પુરાવા અને આરોપીઓની અવાર નવાર ઘનિષ્ઠ પુછપરછ ઉપરથી અને મુદામાલ પરીક્ષણ સર્ટીમાં પણ ભેળસેળ જણાઇ આવતા પ્રસ્થાપીત થયેલ જેથી સદર બનાવ સબંધે પો.અધિ. જયરાજસિંહ વાળા સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેકટર કે, કે,ગોહિલ નાઓની રાહબારી હેઠળ ફરીયાદી સમીર ટ્રાન્સપોર્ટના માલીક સમીરભાઈ સામતભાઇ બાપોદરા, રહે. રાણવાવ વાળાની કાયદેસરની ફરીયાદ લઇ ખંભાળીયા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં-૧૧૧૮૫૦૦૪૨૫૧૭૧૦/૨૦૨૫ મુજબનો ગુનો દાખલ કરી નીચે જણાવેલ આરોપીઓને સદર ગુનાના કામે અટક કરી બાકી રહેતો મુદામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરેલ છે.
પોલીસે દિલિપ લખમણભાઇ ઓડેદરા, રહે. ખોડીયાર કોલોની જામનગર, મુળ-કિંદરખેડા ગામ, તા.જી.પોરબંદર, (ભેળસેળ કરવાનું કૌભાંડ કરનાર મુખ્ય સુત્રધાર અને આકાશ એન્ટરપ્રાઇઝ (ટ્રાન્સપોર્ટ)ના માલીક), મુન્ના કનસિંહ ભુરીયા, રહે. લાખાબાવળ સીમ, જામનગર, મુળラલોહારા ગામ, તા.કુકશી, જિ.ધાર,મધ્યપ્રદેશ, (ટ્રક રજી.નં. જીજે-૧૪-ઝેડ-૯૪૫૫ ના ડ્રાઇવર), નરશી પુનાભાઈ વાઘેલા, રહે. મહાકાળી સર્કલ જામનગર, (ટ્રક રજી.નં. જીજે-૦૩-એઝે૯-૭૧૫૨ ના ડ્રાઇવર), (૪) હનીફભાઇ આદમભાઈ લોરૂ, રહે.એકડેએક બાપુની દરગાહની સામે, જામનગર, મુળ રહે-બેડેશ્વર, જામનગર (ટ્રક રજી.નં. જીજે-૦૩-એઆઇ-૯૧૫૨ ના ડ્રાઇવર), શેતુલ જાદવભાઇ ખરા, રહે. સોઢાણા, તા.જી.પોરબંદર (ટ્રક રજી.નં. જીજે-૧૨-એયુ-૬૬૮૪ ના ડ્રાઇવર), (૬) મનોજ સવજીભાઈ કણઝારીયા, રહેહાપી વાડી, તા.ખંભાલીયા, (લોડર રજી.નં. જીજે-૩૭-એસ-૦૮૬૪ના ડ્રાઇવર), નિતેશભાઇ પ્રેમજીભાઇ નકુમ, રહે. ધરમપુર ગામ, તા.ખંભાળીયા, જિ.દેવભૂમિ દ્વારકા (ભેળસેળ કરવા સોંપેલ સિધ્ધનાથ ઇસ્ટ્રીઝ અને વે-બ્રીજના માલિક), ભાવીક વિનોદભાઇ કણઝારીયા, રહે શક્તિનગર, ખંભાળીયા, જી.દેવભૂમિ દ્વારકા (ભેળસેળ કરવા સોંપેલ સિધ્ધનાથ ઇસ્ટ્રીઝ અને વે-બ્રીજના માલિકના પુત્ર વહિવટ કર્તા)ની ધરપકડ કરી છે.
આરોપીઓએ મિલાપીપણું કરી આગોતરા આયોજનબદ્ધ નાયરા કંપનીના ૧૪,૨૯૦/- ના કિંમતી પેટ કોકના જથ્થામાં લો-ગ્રેડનો કોલસાનો ૬ થી ૭ મેટ્રીક ટન જેટલા જથ્થાની ભેળસેળ કરી અલગ અલગ આઠ ટ્રકોના ફેરા કરી ચાલાકી અને ચતુરાઈ વાપરી ઞ્ણ્ત્ કંપનીમાં ભેળસેળ કરેલ જથ્થો પહોંચાડી ટ્રક દીઠ એક લાખ ઉપરનો વધારાનો અનુચિત લાભ મેળવવા કોલસા કૌભાંડ આચરેલ છે.
મશીનરીથી પેટકોકના જથ્થાની દળેલ ભુકી ભરેલ બાચકા નંગ-૫૪૦ કિ.રૂ. કિ.રૂ.૩,૬૭,૨૦૦/-, લો-ગ્રેડ રફ કોલસાનો જથ્થો ટન-૭ જેટલો કિ.રૂ.૧૫,૪૦૦/-, પેટકોકના જમાં ભેળસેળ કરેલ તૈયાર જથ્થો ટન-૨૦ જેટલો કિ.રૂ.૧,૯૭,૪૦૦/-, બાજુમાં પડેલ પેટકોકના જથ્થાં ભેળસેળ કરેલ તૈયાર જથ્થો ટન-૨૦ જેટલો કિ.રૂ.૧,૯૭,૪૦૦/-, પેટ કોકનો આશરે ટન-ર જેટલો જથ્થો કિ.રૂ.૨૮,૫૪૦/-, નાયરા કંપનીનો ૩૭.૧૭૦ ટન જેટલો ઇનવોઇસ બિલ મુજબ કિ.રૂ.૬,૨૦,૧૮૭/-, ટ્રક રજી.નં. જીજે-૧૪-ઝેડ-૯૪૫૫ ની કિ.રૂ.૧૭,૦૦,૦૦૦/-, લોડર રજી.નં. જીજે-૩૭-એસ-૦૮૬૪ ની કિ.રૂ.૬,૦૦,૦૦૦/-, ટ્રક રજી.નં. જીજે-૦૩-એઝેડ-૭૧૫૨ ની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/-, ટ્રક રજી.નં. જીજે-૦૩-એઝેડ-૯૧૫૨ ની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/-, ટ્રક રજી.નં. જીજે-૧૨-એયુ-૬૬૮૪ ની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/-, જી.પી.એસ. મશીન નંગ-૦૧ કિ.રૂ.૨,૫૦૦/-, (૧૩) સીસીટીવી કેમેરાનું ડીવીઆર નંગ-૦૧ કિ.રૂ.૨,૦૦૦/-, મોબાઇલ ફોન નંગ-૪ સહિત કિ.રૂ.૨૦,૦૦૦/- સહીત કુલ મુદામાલ કિ.૩. ૬૭,૫૦,૬૨૭/- જપ્ત કરેલ છે.
આ સમગ્ર કાર્યવાહી એલસીબી પીઆઇ કે.કે.ગોહિલ નાઓની સિધી દેખરેખ હેઠળ પીએસઆઇ એસ.એસ.ચૌહાણ (તપાસ કરનાર), પીએસઆ બી.એમ.દેવમુરારી, પીએસઆઇ એસ.વી.કાંબલીયા, એએસઆઇ સજુભા જાડેજા, અરજણભાઈ ચંદ્રાવાડીયા, વિપુલભાઇ ડાંગર, ડાડુભાઈ જોગલ, એચસી ખીમાભાઇ કરમુર, સહદેવસિંહ જાડેજા, ગોવિંદભાઇ કરમુર, મુકેશભાઇ કેશરીયા, પીસી સચિનભાઈ નકુમ, કિરપાલસિંહ ચૌહાણ, પ્રકાશભાઇ ચાવડા નાઓ જોડાયેલ હતા.
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
