News of Saturday, 8th November 2025
અમરેલી : સરાકડીયા ગામના ખેડૂતે પોતાની 10 વિધાની મગફળીના પાથરા સળગાવી નાંખ્યા
ખાંભા,સાવરકુંડલા,રાજુલા, જાફરાબાદના ગામડાઓમાં ખેડૂતોએ મગફળી પાથરા સળગાવી નાંખીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

અમરેલી, જિલ્લામાં 8 દિવસ કમોસમી વરસાદથી ખેડૂતોની કમર ભાંગી ગઈ છે. ત્યારે મગફળીના પાક સંપૂર્ણ નષ્ટ થયો છે. ખાંભા,સાવરકુંડલા,રાજુલા, જાફરાબાદના ગામડાઓમાં ખેડૂતોએ મગફળી પાથરા સળગાવી નાંખીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
એક ખેડૂતે 10 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું હતું. પરંતુ કરમની કઠણાઇ એવી કે એક બાજૂ પાકનો ભાવ નહીં અને બીજી બાજૂ કમોસમી વરસાદે દશા કફોડી બનાવી દીધી છે. સતત એક અઠવાડિયા સુધી વરસેલા કમોસમી વરસાદે મગફળીના પાકના પાથરા વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો જુટવાઇ ગયો હતો. ત્યારે ખેડૂતોને કાઈ હાથમાં આવે તેવી સ્થિતિ રહી નથી. જ્યારે સરકાર દ્વારા ટેકાના ભાવની મગફળીની જાહેરાત કરી છે. ખેડૂતને શિયાળુ પાકનું વાવેતર કરવું હોય અને કમોસમી વરસાદમાં બરબાદ થયેલો પાક હાથમાં આવે તેમ નથી. સંપૂર્ણ પાક ઉગી ગયો. જેના કારણે સરાકડીયા ગામના ખેડૂતે પોતાની 10 વિધાની મગફળીના પાથરા સળગાવી નાંખ્યા હતા. કુદરતના કહેર સામે લાચાર થયેલા ખેડૂતે સરકાર પાસે સહાયની માંગ કરી છે.
દિવાના સરાકડીયા ગામના ખેડુત સમીરભાઈ દલએ 10 વીઘા જમીનમાં મગફળીનો પાક વાવ્યો હતો. ખાતર બિયારણ દવા સહિત એક વીઘાનો 15 થી 20 હજાર ખર્ચ કર્યો હતો. મગફળીનો પાક તૈયાર થઈ ગયો હતો. ત્યારે સતત આઠ દિવસ કમોસમી વરસાદ પડવાથી ખેડૂતનો 300 મણ મગફળી થાય તેમ હતી. તે તમામ મગફળીનો પાક કમોસમી વરસાદમાં બરબાદ થઈ ગયો અને ઉગી ગયો અને નાશ થઈ જતા ખેડૂતને પાંચ લાખથી વધારેનું નુકસાન થયું હતું.
(12:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
