News of Saturday, 8th November 2025
નવી હળિયાદમાં ભાઇને માર્યોઃ કેરાળામાં નશાખોરે પ્રૌઢને પથ્થરો માર્યોઃ કંટાળા ગામે ટેમ્પો હડફેટે વૃધ્ધાનું મોતઃ અમરેલી જીલ્લામાં ૮ નશાખોર ઝડપાયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલીઃ તા. ૮,નવી હળીયાદ ગામની સીમમાં વલ્લભભાઈ મોહનભાઈ ખુંટ ઉ.વ.૬૧ પોતાના ખેતરે હોય.એ દરમ્યાન વલ્લભભાઈના મોટા ભાઈને તેમના નાના ભાઈએ વલ્લભભાઈના ખેતરમાં સાતી હાંકેલ હોય.જે બાબતે નાના ભાઈને ઠપકો આપવાનું વલ્લભભાઈ જણાવતા તેના ભાઈ ધીરૂ મોહનભાઈ ખુંટ એકદમ ઉશ્કેરાઈ સારૂ નહી લાગતા વલ્લભભાઈને ગાળો બોલી લાકડી વડે જમણા હાથના પોચા ઉપર તથા શરીરે કમરના ભાગે આડેધડ ઘા મારી મુંઢ ઈજા કર્યાની બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
અમરેલીમાં પતિને મારમારી દિકરાને ધમકી આપી
અમરેલી સરકારવાડામાં અફસાનાબેન રહીમભાઈ પરમાર ઉ.વ.૫૩ ના દિકરા સાથે રીઝવાન ઉર્ફે બાડો,હનીફ કસીરી, જાવેદ કસીરી તથા એક અજાણ્યા શખ્સે માથાકુટ થતા અફસાનાબેનના ઘરે જઈ તેના પતિ રહીમભાઈ સાથે માથાકુટ કરી ગાળો બોલી રીઝવાને રહીમભાઈને છાતીના ભાગે બે ઘુસ્તા મારી દિકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવી છે.
લીલીયામાં યુવતિ ગુમ
લીલીયામાં રહેતી યુવતિને કોઈ સાથે પ્રેમસબંધ હોય, અને તેની પાસેથી અગાઉ મોબાઈલ પકડાયેલ હોય.જેથી માતા તથા ભાઈઓએ ઠપકો આપતા તા. ૨૭-૧૦ ના કેટરર્સ માં મજુરી કામે જવાનું કહી ગુમ થયાનું યુવતિના માતાએ જાહેર કરેલ છે.
રાજાપાઠમાં નીકળતા
અમરેલી જીલ્લામા પોલીસે જુદા જુદા સ્થળોએથી બે વાહન ચાલકો સહિત ૮ શખ્સોને નશો કરી રાજાપાઠમાં નીકળતા ઝડપી લઈ જેલની હવા ખવડાવી સરભરા કરી હતી.જેમાં લીલીયા, સાવરકુંડલા, મરીન પીપાવાવ, અમરેલીસીટી,ધારી અને લાઠી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ધારીના વિરપુર ગામે પરીણીતાને ઘમકી
વિરપુર ગામે સોનલબેન દિલિપભાઈ દાફડાને પતિ દિલિપે ગાળો બોલી મારમારી શરીરે મુંઢ ઈજા કરી સસરા ખોડા ગોવિંદભાઈ દાફડાએ ગાળો બોલી દિયરે હિતેશ ખોડાભાઈ દાફડાએ માથાકુટ કરી સાસુ રમીલાબેન ખોડાભાઈએ જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ધમકી આપ્યાની ફરિયાદ
કેરાળા ગામે ગ્રામપંચાયત પાસે દકુભાઈ કુરજીભાઈ પડસાળા ઉ.વ.૫૭ એ બકુલ બેચરભાઈ પંચાળા ગામના દારૂ પી ખેલ કરતો હોય.અને ગાળો બોલતો હોય.જેથી દકુભાઈએ કહેલ કેશું કામ ગામમાં ગાળો બોલે છે.ઘરે જતો રહે.તેમ કહેતા સારૂ નહી લાગતા ઉશ્કેરાઈ ઈંટના બટકા તથા પથ્થરના છુટા ઘા કરી દકુભાઈને જમણા હાથની આંગળી ઉપર વાગી જતા છોલાણ કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યાની લાઠી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
રાજુલામાં ધોળીયા ડુંગર પાસે કચરો નાખવા પ્રશ્ને પતિ પત્નિ ઉપર હુમલો
રાજુલા ધોળીયા ડુંગર પાસે મંગાભાઈ ભાણાભાઈ ગુજરીયા ઉ.વ.૫૭ તથા તેમના પત્નિ દેવુબેન પોતાના ઘરે હાજર હોય.તે વખતે તેના પાડોશમાં રહેતા ભરત બાલુભાઈ રાઠોડએ મંગાભાઈના ઘર પાસે સાર્વજનિક જગ્યામાં આવી મારા ઘર પાસે કચરો કેમ નાખો છો.તેમ કહેતા મંગાભાઈએ કહેલ કે અમો અહીંયા કચરો નાખતા નથી.અમે તો કચરા પેટીમાં કચરો નાખીએ છીએ.તેમ કહેતા ભરતે ગાળો બોલી મંગાભાઈના શર્ટના કાઠલો પકડી શરીરે ઢીકાપાટું વડે મુંઢમાર મારી પાઈપ વડે જમણા પગના સાથળમાં તથા વાસામાં મારમારી મુંઢ ઈજા કરતા મંગાભાઈના પત્નિ દેવુબેન બચાવવા વચ્ચે પડતા તેઓને શરીરે મુંઢમાર મારી જમણા હાથમાં પાઈપ વડે મુંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ઢોર ચરાવવા પ્રશ્ને બોલાચાલી થતા
જોલાપર ગામે જોલાપરી નદીના કાંઠે નકાભાઈ ભાણાભાઈ વાઘ ઉ.વ.૪૫ ના ભાઈ બુધાભાઈ ભાણાભાઈ વાઘ પોતાના માલઢોર ગાય તથા ભેંસ ચરાવવા જોલાપરી નદી કાંઠે આવેલ ચરણમાં ગયેલ હતા.તે વખતે રાજુ કાનાભાઈ જેઠવા સાથે ઢોર ચરાવવા બાબતે બોલાચાલી થતા બુધાભાઈને પાઈપ વડે જમણા કાનની ઉપર માથાના ભાગે એક ધા મારતા માથામાં હેમરેજની ઈજા કરી નાસી જઈ ગુનો કર્યાની નકાભાઈ ભાણાભાઈ વાઘે ડુંગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
કંટાળા ગામે સોનાબેન જીવાભાઈ સરવૈયા ઉ.વ.૮૭ ગામમાં ઘાસચારો લેવા ગયેલ હોય.તે દરમ્યાન ગામના કાળુભાઈ સોલંકીની ઘંટીના ઘાણા પાસે ૫ પહોંચતા આઈસર ટેમ્પો જી. જે. ૨૩ એ.ડબલ્યુ. ૩૧૬૩ ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઈથી માણસની જીંદગી જોખમાઈ તે રીતે ચલાવી સોનાબેન સાથે ભટકાવી માથામાં ગંભીર ઈજા કરતા સારવાર માટે અમરેલી દવાખાને ખસેડાતા સારવાર દરમ્યાન મોત નિપજાવી નાસી ગયાની નારણભાઈ જીવાભાઈ સરવૈયાએ ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
બોલેરો અથડાતા પ્રૌઢને ઈજા
શેઢાવદર ગામના હદ વિસ્તાર ભાભળી નદીના પુલ પાસે રોડ ઉપર ગોળાઈમાં રાજુલાના એસ.આર.પી. એફ.ગ્રુપ-૨૧ બાલાની વાવમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિજયભાઈ પ્રભાશંકરભાઈ મહેતા ઉ.વ.૪૭ પોતાનું બાઈક ચલાવી શેઢાવદર ગામેથી નાના લીલીયા જવાના રોડ ઉપર પહોંચતા એક માલવા બોલેરો જી.જે.૧૪ એકસ.૦૨૪૨ ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઈથી માણસની જીંદગી જોખમાઈ તે રીતે ચલાવી બાઈક સાથે ભટકાવી વિજયભાઈને જમણા હાથની હથેળી તથા જમણા પગે ગોઠણમાં ફેકચર કરી શરીરે ઈજાઓ કરી ગુનો કર્યાની લીલીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
