<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

અમરેલીમાં પરેશ ધાનાણીની આગેવાનીમાં ખેતી બચાવો સત્‍યાગ્રહ-ધરણા

ભાજપ સરકાર સામે કોંગ્રેસના આગેવાનોનો ભારે રોષ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૮: અમરેલી જીલ્લામાં માવઠાને કારણે ખેતીપાકો અને ખેતીને નુકશાન થતા ખેડુતોના મોયે આવેલ કોળીયો ઝુંટવાઈ ગયો છે.

તેથી જગતનો તાત મુશ્‍કેલીમાં મુકાયો છે. ખેડુતોને સરકાર તરફથી વધુ પેકેજ ચુકવાય અને રાહત આપવામાં આવે દેણા માફ કરવા સહિતના પ્રશ્ને અમરેલી જીલ્લા કોગ્રેંસ દ્વારા જાહેર થયેલ કાર્યક્રમ મુજબ અમરેલીના રાજકમલ ચોકમાં જીલ્લા કોગ્રેસે માવઠાની મોકાળ સામે ખેતી બચાવો સત્‍યાગ્રહનો આજે પ્રારંભ કર્યો હતો.

સરકાર સામે પોતાનો રોષ વ્‍યકત કર્યો હતો. જીલ્લા કોગ્રેંસ પ્રમુખ શ્રી પ્રતાપ દુધાત અને પુર્વ વિપક્ષ નેતા શ્રી પરેશભાઈ ધાનાણીના નેતળત્‍વમાં યોજાયેલા સત્‍યાગ્રહમાં જીલ્લા કોગ્રેંસના આગેવાનોએ ઉપસ્‍થિત રહી રાહત પેકેજ સહાય ચુકવવા સહિતના પ્રશ્ને માંગ સાથે સંબોધન કર્યુ હતું.

ધરણા કાર્યક્રમમાં શ્રી પરેશભાઈ ધાનાણી, શંભુભાઈ દેસાઈ, નટુભાઈ સોજીત્રા, જેનીબેન ઠુંમ્‍મર, નરેશભાઈ અધ્‍યારૂ, કે.કે.વાળા, માલાભાઈ બથવાર, લલીતકુમાર ઠુંમ્‍મર, શરદભાઈ ધાનાણી, રફીકભાઈ મોગલ, પોપટલાલ કાશ્‍મીરા વગેરે ઉપસ્‍થિત રહયા હતા. (તસ્‍વીર-અહેવાલઃ અરવિંદભાઈ નિર્મળ-અમરેલી)

(12:23 PM IST)