<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

વેરાવળના આદ્રીનાં દરિયાનાં પાણીમાં લાપતા યુવતિની બીજે દિ' શોધખોળ

ગઇકાલે પ્રિવેડીંગ શુટીંગ વખતે તણાયેલ ૪નો બચાવ થયો'તો

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૮: તાલુકાના આદ્રી ગામે લગ્ન નું પ્રિવેડીગ શુંટીગ દરીયાકાંઠે કરતા હોય જોરદાર મોઝું આવતા ચાર યુવાનો એક યુવતી તણાય ગયેલ હતી જેમાં ચાર યુવાનો બહાર નિકળી ગયેલ હોય યુવતી લાપતા થઈ જતા હજુ શોધખોળ ચાલું છે હજુ સુધી કોઈ ભાળ મળેલ નથી.

વેરાવળ તાલુકાના આદ્રી ગામે દરીયા કાંઠે લગ્ન પ્રિવેડીગ શુંટીગ સવારે ૧૧ વાગ્‍યે વીડીયો શુટીંગ વાળા તેમજ છોકરા છોકરીઓ કરી રહેલ હતા ત્‍યારે ચાર છોકરાઓ તથા એક છોકરી પાણી માં ઉભેલ હતા ત્‍યારે જોરદાર મોઝું આવતા તમામ ને દરીયામાં લઈ ગયેલ હોય મહામહનતે ચાર છોકરાઓ બહાર નિકળેલ હોય તેને બચાવો બચાવો ની બુમ પાડતા ગામ વાળા ભેગા થઈ ગયેલ હતા તાત્‍કાલીક પોલીસ ફાયર ફાઈટર અનેડીઆરએફ ની ટીમ પહોચેલ હતી દરીયામાં નવાપરાની જયોતી હરસુખભાઈ પરમાર લાપતા થયેલ હતી સાંજે ૭ વાગ્‍યે સુધી માં કોઈપણ તેનો પતો મળેલ નથી.

જાણવા મળતી વિગત મુજબ માંગરોળ તાલુકાનો ધેલાણા ગામના યુવક સાથે છાત્રોડા ગામની યુવતી સાથે લગ્ન થવાના હોય નવાપરા રહેતી યુવતી તેના સગા થતી હોય તે પણ પ્રિવેડીગ શુંટીગ ગયેલ હતી તે તણાય ગયેલ છે શુંટીગ કરનારનો કેમેરો પણ દરીયામાં પડી ગયેલ છે તે પણ મળેલ ન હતો બનાવના સ્‍થળે ખારવા સમાજ પટેલ જીતુ કુહાડા તેમની ટીમ સાથે પહોચી ગયેલ હતા તેને પણ શોધખોળ હાથ ધરેલ હતી. રાત થઈ જતા શોધખોળ અશકય બનતા પોલીસે સ્‍થળ ઉપર બંદોબસ્‍ત ગોઠવેલ છે અને આજુ બાજુના દરીયાકાંઠા ના વિસ્‍તારોમાં ગુમ થયેલ યુવતીની જાણ કરાયેલ છે આ બનાવ બનતા શોકની લાગણી વ્‍યાપેલ છે. આજે બીજે દિવસે યુવતિની શોધખોળ ચાલુ છે

 

(1:03 PM IST)