<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

થાનગઢના ડેમમાંથી યુવકનો મૃતદેહ પથ્થરથી બાંધેલી હાલતમાં મળતા હત્યા થયાની આશંકા

યુવકનો મૃતદેહ ચારથી પાંચ દિવસથી પાણીમાં રહ્યો હોવાનું પ્રાથમિક અનુમાન

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નજીક આવેલા તરણેતર ગામના ડેમમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ છે. યુવકનો મૃતદેહ ચારથી પાંચ દિવસથી પાણીમાં રહ્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે, પરંતુ સૌથી ચોંકાવનારી વિગત એ છે કે આ મૃતદેહ પથ્થર સાથે બાંધેલી હાલતમાં મળી આવ્યો છે. મૃતદેહ પથ્થરથી બાંધેલો હોવાથી પોલીસે આ ઘટનામાં હત્યાની આશંકા વ્યક્ત કરી છે. બનાવની જાણ થતાં થાનગઢ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લીધો છે અને આ ઘટના હત્યા છે કે આત્મહત્યા, તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.

(9:48 PM IST)