News of Sunday, 9th November 2025
વિસાવદર યાર્ડનાં ચેરમેન વિનુભાઇ હપાણીએ ગુજરાત સરકારે જાહેર કરેલ કૃષિ પેકેજને ઐતિહાસિક ગણાવ્યુ : મુખ્યમંત્રીનો રૂબરૂ આભાર વ્યક્ત કર્યો
રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોની પડખે ઊભી રહેશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદર માર્કેટિંગ યાર્ડના ચેરમેન વિનુભાઈ હાપાણીએ જૂનાગઢ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળીને આભાર વ્યક્ત કરતા ગુજરાત સરકારે જાહેર કરેલા કૃષિ પેકેજને ઐતિહાસિક લેખાવ્યું છે. વિનુભાઈએ ઐતિહાસિક પેકેજનો શ્રેય રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આપતા જણાવ્યું કે, ભૂતકાળમાં આટલા ટૂંકા સમયમાં ધરતીપુત્રો માટે પેકેજ જાહેર થવાની ઘટના બની ન હતી. રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોની પડખે ઊભી રહેશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે.
(12:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
