<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th November 2025

જામનગર APMC ચેરમેન મુકુંદભાઈ સભાયાએ રૂ.10 હજાર કરોડના કૃષિ રાહત પેકેજને આવકારી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો

ખેડૂતોને ત્વરિત સહાય અને ટેકાના ભાવે મગફળીની ખરીદીનો નિર્ણય ઐતિહાસિક અને સરાહનીય

જામનગર: ખેડૂતોને કમોસમી વરસાદના કારણે થયેલ નુકસાનીમાં મદદરૂપ થવા રાજ્ય સરકારે જાહેર કરેલ કૃષિ રાહત પેકેજ અંગે પ્રતિભાવ આપતા જામનગર એપીએમસીના ચેરમેન મુકુંદભાઈ સભાયાએ જણાવ્યું કે, ખેડૂતો માટે કમોસમી વરસાદના કારણે થયેલ નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવી ખૂબ જ ટૂંક સમયમાં ઐતિહાસિક નિર્ણય કરી રૂ.૧૦ હજાર કરોડનું પેકેજ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયુ તે ખૂબ જ સરાહનીય છે. તેમ જણાવી ખેડૂતોને આ રાહત પેકેજ આપવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીનો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ ટેકાના ભાવે થનાર મગફળીની ખરીદીના નિર્ણયને પણ આવકારતા જણાવ્યું કે, આ નિર્ણયોથી ખેડૂતોને ખૂબ રાહત થશે અને તેઓને પોષણક્ષમ ભાવો મળશે, જે કૃષિ ક્ષેત્ર માટે ખૂબ જ સકારાત્મક પગલું છે.

(12:49 AM IST)