<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th November 2025

અમરેલી જિલ્લાના રાજુલા, સાવરકુંડલા, બગસરા, બાબરા, સહિત માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ

રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ગુજરાત નિયત્રીત બજાર સંઘ ચેરમેન જીજ્ઞેશ પટેલના હસ્તે ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કર્યો

અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ બાદ પ્રથમવાર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઇ છે. રાજુલા, સાવરકુંડલા, બગસરા, બાબરા સહિત માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી શરૂ કરાઈ છે. રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ગુજરાત નિયત્રીત બજાર સંઘ ચેરમેન જીજ્ઞેશ પટેલના હસ્તે ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કર્યો હતો. ટેકાના ભાવે મગફળીની ખરીદી રૂપિયા 1452થી ખરીદી થઈ છે. 5 થી 10 ખેડૂતોને મેસેજ નાખી ખરીદી માટે બોલાવવામાં આવી રહ્યા છે. ખેડૂતોના નુકસાન બાદ પણ મગફળીની આવક આવી થઈ રહી છે.

(5:12 PM IST)