News of Monday, 10th November 2025
ભારતનો સંરક્ષણ ક્ષેત્રે પરિવર્તનનો દાયકો એટલે કચ્છ સરહદે સેનાનું “બ્રહ્માશિરા” પરાક્રમ
જળ, વાયુ અને જમીન ઉપર શત્રુઓનો ખાતમો બોલાવવા ભારતીય જવાનો સક્ષમ, ઓપરેશન ત્રિશૂલ અંગે સેના દ્વારા સત્તાવાર ટ્વીટ, સિવિલથી ડિફેન્સ, ડિજિટલથી ડાયરેક્ટ લડાઇ માટેની જોઇન્ટ એક્સરસાઇઝ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦ : હાલમાં કચ્છ સરહદે ભારતીય સેનાનું ઓપરેશન “બ્રહ્માશિરા” સમાચારોમાં છે. આ અંગે ભારતીય સેનાએ સત્તાવાર ટ્વીટ કરીને એ અંગે માહિતી પણ અપાઈ છે. શું છે ઓપરેશન “બ્રહ્માશિરા” ? એ વિશે વધુ વાત કરીએ તે પહેલા જાણી લઈએ કે “બ્રહ્માશિરા” એટલે “બ્રહ્માસ્ત્ર”. હા ભારતીય ધર્મશાસ્ત્રોમાં જેની વાત આવે છે એ બ્રહ્મશિરાસ્ત્ર અથવા બ્રહ્માસ્ત્ર નામક શસ્ત્ર એ સૌથી વિનાશક શસ્ત્ર છે, જે પ્રાચીન ભારતીય ગ્રંથોમાં વર્ણવેલ છે, એ મુજબ શત્રુઓના અસ્તિત્વનો અંત લાવવા સક્ષમ છે.
ઓપરેશન ત્રિશૂલ દ્વારા છેલ્લા દસ વર્ષમાં ભારતનો સંરક્ષણ ક્ષેત્રે આવેલ પરિવર્તનનો એ સંદેશ છે કે, જળ હોય વાયુ હોય કે જમીન હોય દરેક ક્ષેત્રે ભારતીય લશ્કર બ્રહ્મશિરા થકી દુશ્મનોનો નાશ કરવા સક્ષમ છે. ઓપરેશન ત્રિશૂલમાં ભારતીય સેનાની ત્રણેય પાંખો આર્મી, એરફોર્સ અને નેવી સાથે પ્રથમવાર બીએસએફ, કોસ્ટગાર્ડ તેમ જ સિવિલ એડમિનિસ્ટ્રેશન (સ્થાનિક તંત્ર) પણ જોડાયું હતું. વોર એટલે કે યુદ્ધ સમયે ડિજિટલથી ડાયરેક્ટ (રડાર, ડ્રોન માટેના કોમ્પ્યુટર ટેકનોલોજી હોય કે સામસામે મુકાબલો હોય) એની તૈયારીઓનું સંકલન હતું. તો ડિફેન્સ થી સિવિલ સુધી ઊભી થનાર કટોકટી સમયે લોકો કે સ્થાનિક તંત્ર સાથે સંકલન સાધવાની પ્રેક્ટિસ હતી. કચ્છની દરિયાઈ સરહદે વોર શીપ, હોવર ક્રાફ્ટ, ક્રિક વિસ્તારમાં ઓલ ટેરેઇન વ્હીકલ, રણ સરહદે ટેન્ક તેમ જ આકાશમાં યુદ્ધ વિમાનો સાથે જવાનોએ પોતાના શૌર્યનું નિદર્શન કર્યું હતું.
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
