<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધીમે ધીમે ઠંડીમાં વધારો : શિયાળાનો પ્રારંભ

લઘુતમ તાપમાનમાં વધારો થતા રાત્રે અને સવારે શિયાળાની અસર વધવા લાગીઃ બપોરે ગરમીની અસર

 

 

રાજકોટ, તા. ૧૦: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં હવે ધીમે-ધીમે ઠંડીમાં વધારો થવા લાગ્‍યો છે. અને લઘુતમ તાપમાનનો પારો પણ નીચે ઉતરવા લાગ્‍યો છે. આજે કચ્‍છના નલીયામાં ૧૪ ડિગ્રી, રાજકોટમાં ૧પ.૭, જામનગરમાં ૧૭.પ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૦: ભાવનગર શહેરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી નો ઘટાડો થતાં ઠંડી નું પ્રમાણ વધ્‍યું છે. આજે સોમવારે સવારે સીઝન નું ઓછું વધુ લઘુત્તમ તાપમાન  ૧૬.૧ ડિગ્રી નોંધાયું હતું.

ગોહિલવાડ પંથકમાં ઠંડીનું પ્રમાણ વધતાં શિયાળો જામી રહ્યો છે. આજે સોમવારે ભાવનગર શહેરમાં સૌથી ઓછું લઘુતમ તાપમાન નોંધાયું હતું. ઠંડી વહેલી સવારે અને રાત્રે વધુ અનુભવાય છે. આજે  સવારે ભાવનગરમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૦ ટકા રહ્યું હતું ત્‍યારે પવનની ઝડપ ૮ કી.મી. પ્રતિ કલાકની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, ભાજરા સંશોધન કેન્‍દ્ર, જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૭.પ સે.ગ્રે., મહતમ તાપમાન ૩૧.ર સે.ગ્રે., ભેજનું પ્રમાણ ૭૭ ટકા, પવનની ગતિ ર.૪ કિ.મી. રહી હતી.(૬.૮)

કયાં કેટલી ઠંડી

શહેર                  લઘુતમ તાપમાન

અમદાવાદ ૧પ.૦ ડીગ્રી

અમરેલી    ૧૪.૮ ડીગ્રી

ભાવનગર  ૧૬.૧ ડીગ્રી

ભુજ        ૧૭.૮ ડીગ્રી

દમણ              ૧૭.૪ ડીગ્રી

ડીસા               ૧પ.૬ ડીગ્રી

દીવ        ૧૪.પ ડીગ્રી

દ્વારકા              ર૧.૦ ડીગ્રી

ગાંધીનગર ૧૪.૦ ડીગ્રી

કંડલા              ૧૮.ર ડીગ્રી

નલિયા             ૧૪.૦ ડીગ્રી

ઓખા              ર૦.૧ ડીગ્રી

પોરબંદર   ૧૬.૦ ડીગ્રી

રાજકોટ     ૧પ.૭ ડીગ્રી

સુરત              ૧૬.૪ ડીગ્રી

વેરાવળ       ૧૯.૪ ડીગ્રી

જામનગર     ૧૭.પ ડીગ્રી

(10:56 AM IST)