News of Monday, 10th November 2025
માંગરોળના દરસાલીની સીમમાં જુગાર રમતા જૂનાગઢ સહિતના વિસ્તારોના ૧૫ શખ્સો પકડાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૦: માંગરોળ તાલુકાના શીલ પોલીસ સ્ટેશન હેઠળના દરસાલી ગામની સીમમાં ધાર વિસ્તાર ઘંસારી જવાના રસ્તાની બાજુમાં આવેલ ગૌચરમાં મોબાઈલ ફોનની લાઈટના અંજવાળે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા મોડી રાત્રે શીલ પોલીસે દરોડો પાડ્યો હતો.
આ કાર્યવાહીમાં માંગરોળના શાપુરનો કિરણ બાબુભાઈ પરમાર, કેશોદના પંચાળા ગામનો દેવાયત માંડાભાઈ ચુડાસમા, કેશોદ નો ઈર્શાદ ઈબ્રાહીમ મહિડા, લતીફ બાવામિયા કાજી, અગતરાય ગામનો અલ્તાફશા ઉમરશા સર્વર્દી, માંગરોળના ચંદવાણા ગામનો ઉમેશ દિલીપભાઈ મોકરીયા, મેણેજ ગામનો મહેન્દ્રસિંહ અમરસિંહ રાઠોડ, આંત્રોલીનો લીલા સીદીભાઈ કેશવાલા, અજીત ઉર્ફે હોઠો નાથાભાઈ ઓડેદરા, અરજણ રાજશીભાઈ કેશવાલા, પંચાળાનો હંસરાજ હીરાભાઈ ચુડાસમા, તાલાલાનો મહેન્દ્ર રાજાભાઈ પરમાર, માંગરોળનો મહેશ દેવશીભાઈ મકડીયા, જૂનાગઢમાં તળાવ દરવાજા પાસે આવેલ પૂનમ એપાર્ટમેન્ટમાં રહેતો લખન ભનુભાઈ પરમાર, માંગરોળનો પ્રવીણ ગોવિંદભાઈ પરમાર સહિત ૧૫ શખ્સને જાહેરમાં જુગાર રમતા પકડી લીધા હતા.
પોલીસે જુગારીઓ પાસેથી રૂપિયા ૧,૦૩,૮૩૦ની રોકડ રકમ, ૧૪ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૧,૮૮,૭૩૦નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. (૩.૭)
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
