<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

રઘુવંશી સમાજને એકસૂત્રે બાંધવા નવી સંસ્‍થાનો પ્રાદુર્ભાવઃ જીતુલાલ

વિરપુર ખાતે અખિલ ગુજરાત લોહાણા સમાજની સામાન્‍ય સભા સાથે થયેલા રઘુવંશી સમાજના પ્રદેશ સંમેલનમાં સર્વાનુમતે થયેલા નિણર્ય મુજબ ગુજરાત રઘુવંશી લોહાણા સમાજન ફોરમની નોંઘણી કરાવવી એ મારી જવાબદારીઃ અધ્‍યક્ષનું નિવેદન

જામનગરઃ ગુજરાતભરના રઘુવંશી લોહાણા સમાજને એકસૂત્રતાના તાંતણે બાંધવા માટે વિરપુર ખાતે મળેલી અખિલ ગુજરાત લોહાણા સમાજની સામાન્‍ય સભા તેમજ પ્રદેશ સંમેલનમાં સર્વાનુમતે થયેલા નિર્ણય મુજબ ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમ નામક નવી સંસ્‍થાની નોંધણી કેન્‍દ્ર સરકારના પ્રસ્‍થાપિત કાયદા હેઠળ કરાવવામાં આવી હોવાનું સંસ્‍થાના પ્રમુખ જીતુભાઇ લાલે (મો. ૯૮૨૪૦ ૨૩૩૩૧ અને ૯૮૨૪૨ ૪૪૪૪૦)

ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમ તેમજ અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલે વધુમાં જણાવ્‍યું હતું કે, યાત્રાધામ વિરપુર ખાતે તા.૨૯-૯-૨૦૨૪ના રોજ રાજયભરના રઘુવંશી લોહાણા સમાજનું મહાસંમેલન તેમજ અખિલ ગુજરાત લોહાણા સમાજની સામાન્‍ય સભા મળી હતી. આ વેળાએ અધ્‍યક્ષ સ્‍થાનેથી મેં ઠરાજ રજૂ કર્યો હતો કે, અખિલ ગુજરાત લોહાણા સમાજ તેમજ અખિલ ગુજરાત લોહાણા સમાજ ટ્રસ્‍ટનું એકીકરણ કરવા અથવા તો કાયદા હેઠળ પ્રક્રિયા કરીને રાજયભરના રઘુવંશી લોહાણા સમાજની નવી સંસ્‍થાની રચના કરીને ગુજરાતના રઘુવંશી લોહાણા સમાજને એકસૂત્રતાથી બાંધવા માટે આગળ વધવું જોઇએ. આ ઠરાવને સર્વાનુમતે બહાલસી ઉપસ્‍થિત સૌ જ્ઞાતિજનોએ આપી હતી.

આ નિર્ણય મુજબ કેન્‍દ્ર સરકારના પ્રસ્‍થાસ્‍પિત કાયદા હેઠળ ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમની નોંઘણી કરાવવામાં આવી અને હવે આ સંસ્‍થાના નેજા હેઠળ રાજયભરમાં સમાજની એકતા - પ્રગતિ માટે વિવિધ કાર્યો કરવામાં આવશે, સાથે જ સમાજના સંગઠનને વધુ મજબૈત બનાવવાની દિશામાં પણ કાર્યવાહી કરીને મારી જવાબદારીને ન્‍યાય આપવા પૂરતા પ્રયાસો કરીશ તેમ સંસ્‍થાના જીતુભાઇ લાલે અંતમાં જણાવ્‍યુ઼ં છે.

(2:13 PM IST)