News of Monday, 10th November 2025
સરકારશ્રીની પી.એસ.એસ. યોજના હેઠળ સાવરકુંડલા કેન્દ્ર પરથી ટેકાના ભાવે મગફળી ખરીદી

સાવરકુંડલા : સરકારશ્રીની પી.એસ.એસ. યોજના હેઠળ ટેકાના ભાવથી મગફળી, મગ, અડદ, ચણા, તુવેર, સોયાબિન વિ. ની ખરીદી કરવામાં આવે છે. તે મુજબ ટેકાના ભાવથી મગફળી ખરીદવાનું સરકારશ્રી દ્વારા નકકી કરવામાં આવતા તે માટે પ્રસ્થાપિત સિસ્ટમથી ખરીદી કરવાની નીતી અન્વયે ભારત સરકારશ્રીની નોડલ એજન્સી-નાફેડ અને રાજયની નોડલ એજન્સી ગુજરાત સ્ટેટ કો-ઓપ. માર્કેટીંગ ફેડરેશન લી. (ગુજકોમાસોલ)ને રાજયના મોટા ભાગના જીલ્લામાં ખરીદી કરવાની કામગીરી સોંપેલ છે. તે અંતર્ગત ગુજકોમાસોલના ચેરમેનશ્રી અને રાષ્ટ્રીય ક્ષેત્રે સહકારી નેતળત્વ સંભાળી રહેલા દિલીપભાઇ સંઘાણી ના માર્ગદર્શન નીચે ગુજકોમાસોલ તરફથી વિવિધ કેન્દ્રો મંજુર કરી ખરીદી કરવામાં આવશે. જે મુજબ સાવરકુંડલા કેન્દ્ર માટે તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘને મંજુરી મળતા સાવરકુંડલા એ.પી.એમ.સી. કેન્દ્ર ખાતે ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાળા, સાવરકુંડલા એ.પી.એમ.સી અને તાલુકા સંઘના ચેરમેન દિપકભાઇ માલાણી સહીત વિવિધ પદાધિકારીઓ, અગ્રણીઓ અને ખેડુતોની ઉપસ્થિતીમાં શ્રીફળ વધેરી, મગફળી વેચવા આવેલ ખેડુતોને પુષ્પગુચ્છ આપી મો મીઠું કરાવીને ટેકાના ભાવથી મગફળી ખરીદી કેન્દ્રનો શુભપ્રારંભ કરવામાં આવ્યો. જેમાં સરકારદ્વારા પ્રતિ કવિન્ટલ રૂા.૭૨૬૩/-પ્રતિમણ રૂા.૧૪૫૨.૬૦)ના ભાવથી ખરીદી કરવાનો નીતી વિષયક નિર્ણય કરેલ છે. જેમા પ્રથમ દિવસે સાત ખેડુતોની ૧૭૫ કવીન્ટલ જેટલી મગફળી ખરીદ કરવામાં આવશે. આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને યાર્ડના ચેરમેનશ્રી દિપકભાઇ માલાણીએ સરકારશ્રી તરફથી રૂા.૧૫ હજાર કરોડથી વધુની ટેકાનાભાવે ખરીદીકરવાના નિર્ણયને અને ગુજરાત સરકાર દ્વારા ખેડુત હીતમાં જાહેર થયેલું રૂા.૧૦ હજાર કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટા કળષિ રાહત પેકેજ ને આવકારી સરકારનો આભાર વ્યકત કરેલ. આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઇ ડોબરીયા, એ.પી.એમ.સી.સા.કું.ના વા.ચેરમેનમહેશભાઇ લખાણી, પુર્વચેરમેનઅરવિંદભાઇ માંગુકીયા, એ.પી.એમ.સી. ડીરેકટર જસુભાઇ ખુમાણ, રમેશભાઇ રાદડીયા, અશ્વીનભાઇ માલાણી, બાબુભાઇ માલાણી, કલ્પેશભાઇ ઠુંમર, સંઘના ડીરેકટરશ્રી બટુકભાઇ રૂપારેલીયા, મનસુખભાઇ દેસાઇ, ગુજકોમાસોલના અધિકારીરાજાભાઇ બારડ, વેપારી મહામંડળના પ્રમુખશ્રી સુરેશભાઇ ગજેરા, નવનીતભાઇ હરીયાણી, સહીત વેપારી મિત્રો, સહકારી આગેવાનો, ખેડુતભાઇઓ ઉપસ્થિત રહેલ. વર્તમાન પરીસ્થિતીને ઘ્યાનમાં રાખીને આ કાર્યક્રમ બિલકુલ સાદાઇથી કરવામાં આવેલ હતો. આ ખરીદીનો શુભારંભ કરાવવાની વ્યવસ્થા માટે તાલુકા સંઘના મેનેજર રાજુભાઇ માલાણી અને સ્ટાફગણ, તેમજ એ.પી.એમ.સી.ના સેક્રેટરી જે.વી.માલાણી અને સ્ટાફગણે સહીયારી જહેમત ઉઠાવી હતી.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
