News of Monday, 10th November 2025
હાપા યાર્ડમાં ખરીદી શરૂ

જામનગરઃ હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે બીજા દિવસે ટેકાના અને ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ છે. આજે પણ ૫૦ જેટલા ખેડૂતોને ટેકાના સેન્ટર પર પોતાની જણસ લઈને બોલાવવામાં આવ્યા હતા. બીજા દિવસે પણ સવારે ૯.૦૦ વાગ્યે ખેડૂતો પોતાની મગફળી ટેકાના ભાવે વેચવા માટે સેન્ટર પર આવી પહોંચ્યા હતા. જ્યાં સેમ્પલિંગ સહિતની સુચારૂ વ્યવસ્થા વચ્ચે ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થઈ હતી. આ વર્ષે પડેલા માવઠાને લઈને ખેડૂતો સરકારના ટેકાથી કયાંક ખુશ છે. તો હજી પણ વધુ ટેકાના ભાવે મગફળી લેવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી છે. સાથે સાથે ગુણવતાને લઈને પણ પરિસ્થિતિને ધ્યાને લઈને બાંધ છોડ કરવામાં આવે તેવી માગણી ખેડૂતો કરી રહ્યા છે. તો ૧૨૫ મણ ખેડૂત દીઠ પ્રતિમણે ૧૪૫૨ રૂપિયા જેટલો ભાવ મળતા ખુશ પણ જોવા મળી રહ્યા છે. (તસવીરો : કિંજલ કારસરીયા , જામનગર)
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
