News of Monday, 10th November 2025
ભાટીયામાં ગેરકાયદે ગેસ રીફીલીંગ કરતા બાટલા સાથે બે ઝડપાયા

ખંભાળીયા તા. ૧૦ :.. ભાટીયા ગામે પાંચ હાટડી ચોકમાં હાજીભાઈ વલીમામદભાઈ ચાકી પોતાની કિરમાણી સ્ટવ રીપેરીંગ નામની દુકાને બેસીને દુકાનની પાછળ, જાહેરમાં ગેરકાયદેસર રીતે ગેસના ભરેલ બાટલામાંથી ગેસના ખાલી બાટલામાં રીફીલીંગ કરી તેનુ ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે જે મળેલ બાતમી આધારે કાર્યવાહી કરતા ભાટીયા ગામમાં ગરબી ચોક તરફ જતા રોડ ઉપર પાંચ હાટડી ચોકમાં આવેલ ઙ્કકિરમાણી સ્ટવ રીપેરીંગઙ્ખની બાજુની ગલીમાં એક રહેણાંક મકાનની સામે જાહેરમાં એક ઈસમ ગેસના ભરેલ બાટલામાંથી નીપલથી એક નાના કોમર્શીયલ ખાલી બાટલામાં ગેસ ભરવાનું કામ કરતા હાજીભાઈ સ.ઓફ વલીમામદભાઈ યાકુબભાઈ ચાકી, સુમરા, ઉ.વ.પર, ધંધો ગેસ સ્ટવ સ્પેર પાર્ટસની દુકાન, રહે.દિનદયાળ ચોક, ભાટીયા, વાળાને પકડી પાડેલ અને મજકુર ઈસમ પાસે ગેસ ટ્રાન્સફર તથા રીફીલીંગ કરવા તેમજ કોઈ સેફટીના સાધનો વગર સરેલ ગેસના બાટલા રાખવા બાબતે કોઈ પાસ પરમીટ કે આધાર માંગતા નહી હોવાનું જણાવેલ, જેથી મજકુર ઈસમના કબ્જા ભોગવટામાંથી (૧) ઈન્ડેન કંપનીના લાલ કલરના શીલબંધ ૧૪.૨૦૦ કિલોના ગેસ ભરેલ બાટલા નંગ-૦૪ જે બાટલાની કુલ કી.૩.૧૨,૦૦૦/-, (૨) ઈન્ડેન કંપનીના લાલ કલરના શીલ તુટેલ ૦૫ કિલોના ખાલી બાટલા નંગ ૦૨ બાટલાની કી.રૂ.૩૬૦૦/-, (૩) પીતળની નીપલ નંગ-૦૬, કિં.રૂ.૬૦૦/ કબ્જે કરવામાં આવેલ અને મજકુર ઈસમ ગેસના બાટલામાંથી કોમર્શીયલ બાટલાઓમાં રીફલીંગ કરવાના પાસ પરવાના વગર જાહેરમાં આગ અથવા સળગી ઉઠે તે રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે બેદરકારીથી ગેરકાયદેસર રીતે ગેસના ભરેલ બાટલામાંથી ગેસના ખાલી બાટલામાં ગેસનુ રીફીલીંગ કરી ગેરકાયદેસર વેચાણ કરવા માટેનું ક્રુત્ય કરતો હોય તેમજ કોઈ પણ સેડટીના સાધનો વગર ભરેલ બાટલામાંથી ખાલી બાટલામાં રીફલીંગ કરવા માટેની નીપલનો ઉપયોગ કરીને રીફલીંગ જેવો ગંભીર ગુન્હો કરતો હોય જેથી મજકુર ઈસમના કબ્જામાંથી કી.રૂ.૧૬,૨૦૦/- ના મુામાલ કબ્જે લઈ જામ કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાવેલ છે.
ઉપરોક્ત કામગીરામાં રોકાયેલ હતા તે દરમ્યાન ફરીથી બાતમી હકિક્ત મળેલ કે, હાજીભાઈ વલીમામદભાઈ ચાકીના રહેણાંક મકાનની બાજુમાં રહેતા ઈરફાનભાઈ ઓસમાનભાઈ ચાકી ગેર કાયદેસર રીતે પાસ પરવાના વગર પોતાના રહેણાંક મકાને ગેર કાયદેસર રીતે સબસીડી વાળા ગેસના ભરેલ બાટલાઓનો સંગ્રહ કરી ગેર કાયદેસર રીતે નાના કોમર્શીયલ બાટલાઓમાં રીફલીંગ કરે અને તેનું વેચાણ કરે છે તેવી ચોક્કસ હકિક્ત આધારે કાયદેસરને એકાર્યવાહી કરતા મજકુર ઈસમ ઈરફાનભાઈ સ.ઓફ ઓસમાણભાઈ ઈબ્રાહીમભાઈ ચાકી, મુસ્લીમ સુમરા, ઉ.વ.૩૫, ધંધો.ગેસ ચુલા રીપેરીંગ, રહે, પાંચ હાટડી ચોક, ગરબી ચોક રોડ, ભાટીયા, તા.જામ કલ્યાણપુરવાળાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાને ઝડતી તપાસ કરતા (૧) ઈન્ડેન કંપનીના લાલ કલરના શીલબંધ ૧૪.૨ કિલોના ગેસ ભરેલ બાટલા નંગ-૦૨ જે બાટલાની કુલ કી.રૂ.૬,૦૦૦/- (૨) ઈન્ડેન કંપનીના લાલ કલરના શીલ તુટેલ ૧૪૨ કિલોના ખાલી બાટલા નંગ-૦૫ બાટલાની કી.રૂ.૭,૫૦૦/- (૩) ઈન્ડેન કંપનીના ખાલી બાટલા ૦૫ કિલો ય નંગ-૦૪, કિં.રૂ.૨૮૦૦/- (૪) રિલાથાન્સ કંપનીનો ૧૯ કિલોનો ખાલી બાટલો નંગ-૧, કિં.રૂ.૧૫૦૦/- (૫) ગેસનું રીકલીંગ કરવા માટેની નીપલ નંગ-૧૪, કિં.રૂ.૧૪૦૦/- મળી આવતા મજકુર ઈસમને ઈન્ડેન કંપનીના સરકારશ્રીની સબસીડી વાળા એલ.પી.જી. ગેસના બાટલાઓનો સંગ્રહ કરવા બાબતે કોઈ પાસ પરવાનો હોય તો બતાવવા જણાવતા મજકુર ઈસમ પાસે કોઈ પાસ પરવાનો, નહિં હોવાનું જણાવેલ તેમજ મજકુર ઈસમ મોટા બાટલાઓમાંથી ખાલી નાના કોમર્શીથલ બાટલાઓમાં ભરી લઈને પોતાની ગુલઝાર સ્ટવ રીપેરીંગ નામની દુકાનેથી વેચાણ કરતો હોવાનું જણાવેલ છે જેથી નાના કોમર્શીયલ બાટલાઓની ખરીદી બાબતે મજકુર પાસે કોઈ બીલ હોય તો બતાવવા જણાવતા મજકુર ઈસમ પાસે કોઈ બીલ નહિં હોવાનું જણાવેલ તેમજ મજકુર ઈસમના રહેણાંક મકાનેકોઈ સેકટીના સાધનો, પાણી, રેતી વિગેરે વગર મજકુર ઈસમએ ગેર કાયદેસર રીતે એલ.પી.જી. ગેસ ભરેલ બાટલાઓનો સંગ્રહ કરવાના પાસ પરવાના વગર સબસીડી વાળા ગેસના બોટલોના જથ્થાનો સંગ્રહ કરી તેમજ જાહેરમાં આગ અથવા સળગી ઉઠે તે રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે બેદરકારીથી ગેરકાયદેસર રીતે ગેસના ભરેલ બાટલામાંથી ગેસના ખાલી બાટલામાં ગેસનુ રીફીલીંગ કરી કુલ કી.રૂ.૧૯,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઈ જતા મજકુર ઈસમ વિરૂધ્ધમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૨૮૭, એક્સ્પ્લોઝીવ એક્ટ ૧૮૮૪ની કલમ ૯(બી)(૧)(બી) મુજબ જામ કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાવેલ છે.
આ કામગીરી કે.કે.ગોહીલ, પોલીસ ઇન્સપેક્ટર, કે.એમ.જાડેજા, પોલીસ સબ ઈન્સ, હરદેવસિંહ જી.જાડેજા, એ.એસ.આઇ. એસ.ઓ.જી., કાનાભાઈ આર.માડમ, એ.એસ.આઈ. એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા, ખેતશીભાઈ રામભાઈ મુન, પોલીસ કોન્સ., એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા, શ્રી સુમાતભાઈ એ.ચાવડા, પોલીસ કોન્સ.એ કરી હતી.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
