<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો :રૂ 1.10 કરોડના હાઈબ્રીડ ગાંજાના ગુન્હાના મુખ્ય આરોપીને 32 લાખથી વધુના મુદામાલ સાથે અન્ય 8 સાગરીતો સહીત 12 આરોપીઓને ઝડપી લેવાયા

આંતર રાષ્ટ્રીય નાર્કોટીક્સનાં રેકેટનો પર્દાફાશ : બેંગકોકથી લાવેલ રૂ, 1.10 કરોડથી વધુના હાઈબ્રીડ ગાંજાના કેસમાં જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા

( વિનુ જોશી દ્વારા )જૂનાગઢ :જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમયમાં નાર્કોટીકસના વધતા જતા દુષણને સંપુર્ણપણે ડામી દેવા તથા આવી પ્રવૃતિ કરતા શખ્શો તથા ઉપર ઘોંસ બોલાવી દબોચી લઇ ગે.કા. પ્રવૃતિને સંપુર્ણપણે ડામી દેવા સુચના કરેલ હોય.

જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.કૃણાલ એમ.પટેલના માર્ગદર્શન હેઠળ પો.સ્ટાફના માણસોને મળેલ હકિકત આાધારે બેંગકોકથી લઇ આવવામાં આવેલ હાઈબ્રીડ ગાંજાના પેકેટ નંગ-૩ જે ૩.૧૬૦ કિ.ગ્રા. કિ.રૂા.૧,૧૦,૬૦,૦૦૦ ના મુદામાલ સાથે (૧) ધવલ કાળુભાઈ ભરાડ( ઉ.વ.ર૮)( રહે.વિસાવદર, ભારમલ સ્કુલ પાસે, વોરા સોસાયટી) (૨) હુસેન નાસીરભાઈ તુર્ક, (ઉ.વ.ર૯) ( રહે.જુનાગઢ, જોષીપરા, ફાર્મસી ફાટક પાછળ, ખામધ્રોળ રોડ, મારૂતીનગર, હુસેની ચોક  ) (૩) મુજાહીદખાન રીયાજખાન યુસુફજ (ઉ.વ.ર૪ રહે.જુનાગઢ, જોષીપરા, હર્ષદનગર, યોગેશ્વરનગર, મદિના મસ્જીદ પાસે) (૪) જહાંગીરશા રજાકશા શાહમદાર (ઉ.વ.૩ર) (રહે.જુનાગઢ, સક્કરબાગ પાસે, રામદેવપરા, શંકરબાપાના મંદિરની બાજુમાં વાળા) ઓને પકડી પાડી સી ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૩૦૦૪૨૫૦૫૮૬/૨૦૨૫ એન.ડી.પી.એસ. એકટ કલમ ૮(સી), ૨૦(બી)(૨)(બી), ૨૯ મુજબનો ગુન્હો રજી કરાવામાં આવેલ. જે ગુન્હામાં આંતરરાષ્ટ્રીય રેકેટની સંડોવણી સામે આવતા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્વારા સદરહું ગુન્હાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢને સોંપવામાં આવેલ. 

   સદરહું ગુન્હાની તપાસ દરમ્યાન પો.ઇન્સ.કે.એમ.પટેલ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી પકડાયેલ આરોપી મુજાહીદખાન રીયાજખાન યુસુફજઈની પુછપરછ દરમ્યાન સંડોવાયેલ અન્ય આરોપીઓના નામ ખુલતા તમામ આરોપીઓને તાત્કાલીક શોધી કાઢવા ટેકનીકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે તપાસ કરાવતા આ ગુન્હામાં વડોદરોનો ઇરફાન સંડોવાયેલ હોવાનુ અને ઇરફાન દ્વારા રાજકોટની શેરબાનુને બેંગકોક હાઇબ્રીડ ગાંજો લેવા મોકલેલ હોય અને હાઇબ્રીડ ગાંજો લાવનાર શેરબાનુ દ્વારા હાઇબ્રીડ ગાંજો ઇરફાનને નહિ આપી બારોબાર વેંચી દેવા પ્લાન ઘડેલ અને તેના મિત્ર મુજાહિદીનને જાણ કરતા અગાઉ પકડાયેલ આરોપીઓ સાથે જૂનાગઢના મોઇન ખંધાને વોટસએપ કોલ કરી અમદાવાદ એરપોર્ટ પર બોલાવેલ અને એરપોર્ટ પરથી શેરબાનુ તથા અગાઉ પકડાયેલ મુજાહિદીન, ધવલ ભરાડને જૂનાગઢ લાવેલ. અને અત્રે જૂનાગઢ આવી શેરબાનુ દ્વારા લઇ આવવામાં આવેલ હાઇબ્રીડ ગાંજાના કુલ-૪ પેકેટમાંથી ૩ પેકેટ મુજાહિદીનને આપેલ અને ૧ હાઇબ્રીડ ગાંજાનુ પેકેટ શેરબાનુએ પોતાની પાસે રાખેલ હોવાનુ પકડાયેલ આરોપી મુજાહિદીન દ્વારા જણાવેલ.

   જે આધારે શેરબાનુ (રહે. રાજકોટ )તથા વડોદરાના ઇરફાનને તથા સંડોવાયેલ અન્ય આરોપીઓને પકડી પાડવા તાત્કાલીક અલગ-અલગ ટીમો બનાવવામાં આવેલ. જેમાં એક ટીમ વડોદરા – સુરત રવાના કરવામાં આવેલ તેમજ એક ટીમને રાજકોટ મોકલવામાં આવેલ.       

    બાદ મુજાહિદીનના કહયા મુજબ શેરબાનુએ ૧ પેકેટ હાઇબ્રીડ ગાંજાનુ તેની પાસે રાખેલ હોય. જે તેના  દ્વારા વેંચાણ માટે વેરાવળના તેના મિત્ર સોહિલ શેખને કહેતા સોહિલ શેખે સુરત ખાતે રહેતી તેની બહેન ઉજમાને કહેતા ઉજમાએ તેના સંપર્કમાં રહેલ મિત્ર ઇરફાનને જાણ કરતા વેંચાણથી લેવાની હા પાડતા સોહિલ શેખ તથા શેરબાનુ સુરત ખાતે ઉજમાના ઘરે ગયેલ. અને આ કામના મુખ્ય આરોપી ઇરફાન રહે. વડોદરા વાળાએ આ ગાંજો લેવા માટે તેના મિત્ર અફઝલ અબ્દુલગફાર જાનુવાલાને વાત કરતા ઇરફાન તથા તેનો મિત્ર અફઝલ તથા તેની પત્નિ હાફીઝા પટેલ તથા જાવીદ મીરજા , તેની પત્નિ નીલોફર રહે. નવસારી વાળાઓ સાથે સુરત ખાતે ઉજમાના ઘરે જઇ હાઇબ્રીડ ગાંજાનુ ૧ પેકેટ લઇ લીધેલ બાદ આ ગાંજાનો પેકેટ ઇરફાન પાસે હોવાની હકિકત જાણવા મળતા વડોદરા ખાતે  રવાના કરવામાં આવેલ પો.સ.ઇ.શ્રી પી.કે.ગઢવી સાહેબની ટીમને જાણ કરતા તાત્કાલીક આરોપી ઇરફાનને  શોધી કાઢવા ચક્રો ગતીમાન કરી ટેકનીકલ સોર્સ આધારે અફઝલ અબ્દુલગફાર જાનુવાલા , હાફીઝા પટેલ રહે.  વડોદરા, જાવીદ મીરજા તથા નીલોફર રહે.નવસારી વાળાઓને પકડી પાડવામાં આવેલ તેમજ મુખ્ય આરોપી ઇરફાનની ટેકનીકલ સોર્સથી હકિકત મળેલ કે ઇરફાન નડીયાદ ખાતે તેના સસરાના ઘરે ગયેલ હોય જેથી તાત્કાલીક નડીયાદ ખાતે રવાના થઇ તપાસ  કરતા આરોપી ઇરફાન પાસે ગાંજાનો ૧ પેકેટ હોવાની હકીકત મળતાં નડીયાદ ખાતે ગેઝેટેડ અધિકારીની હાજરીમાં પંચો રૂબરૂ હાઇબ્રીડ ગાંજો ૦.૯૩૬ કિ.રૂા.૩૨,૭૬,૦૦૦/- નો આરોપી ઇરફાનખાન પાસેથી કબ્જે કરી આરોપીને અટક કરવામાં આવેલ.

આરોપી ઇરફાનની પુછપરછ દરમ્યાન હકિકત જણાય આવેલ કે સદરહું હાઇબ્રીડ ગાંજાનુ આંતરરાષ્ટ્રીય રેકેટ બેંગકોકના હબીબી દ્વારા ચલાવવામાં આવતુ હોય. અને ભારત ખાતે તેના એજન્ટ અનુપ ઉર્ફે રવુ રહે. બેંગલોર મારફતે ઇરફાન તથા અન્ય અજાણ્યા આરોપીઓ કેરીયર તરીકે કામ કરતા હોવાનુ જણાય આવેલ છે. હાલ વધુ તપાસ જારી અન્ય એજન્ટ તથા કેરીયરોના નામ ખુલવાની શકયતા રહેલ.          

 

· અટક કરેલ આરોપીઓના નામ/સરનામાઃ-

Ø (૧) મોઇન સ/ઓ સતારભાઇ લતીફભાઇ ખંધા, ઉ.વ.૨૩ રહે.જુનાગઢ, અંજટા ટોકીઝ, રઝા એપાર્ટમેન્ટ સામે

Ø (૨) સાહીલ સ/ઓ દાદાભાઇ મહમદહુસેન શેખ, ઉ.વ.૨૮ રહે.પ્રભાસ પાટણ શેખવાડા દુધ માર્કેટ પાસે      તા.વેરાવળ જી.ગીરસોમનાથ

Ø (૩) શેરબાનુ ડો/ઓ મહમદરફીક ઉસ્માન નાગાણી, ઉ.વ. ૨૫, રહે. રાજકોટ, ખોડીયાર નગર, શેરી    નં.૧/૭ નો ખુણો, એસ.ટી. વર્ક શોપની પાછળ, ગોંડલ રોડ, વોર્ડ નં.૧૩

Ø (૪) ઇરફાનખાન ઉર્ફે સોહિલ ઉર્ફે ઇરફાનડબલ આરીફખાન પઠાણ, ઉ.વ. ૩૬, રહે. તાંદલજા, મરીયમ    કોમ્પલેક્ષ, બી ટાવર, મકાન નં.૩૩૧, વડોદરા

Ø (૫) જાવીદ અલીમહમદ મીરજા તુર્ક પઠાણ ઉ.વ. ૩૫ રહે. વેરાવળ, મુસ્તફા મસ્જીદ, દિવાનીયા     કોલોની, ગીર સોમનાથ હાલ રહે. ગોલવા પોલીસ ચોકીની સામે, સુબાવાલા મેન્શન, નવસારી  

Ø (૬) અફઝલ અબ્દુલગફાર જાનુવાલા મેમણ ઉઃવ. ૩૬ રહે. તાદંલજા, સન ફાર્મા રોડ, અબવા એવન્યુ,      સી-૧૦૪, વડોદરા

Ø (૭) હાફીઝા ડો.ઓ. યુસફભાઇ વોરાપટેલ વા./ઓ. અફઝલ અબ્દુલગફાર જાનુવાલા ઉઃવ. ૪૨ રહે. તાદંલજા, સન ફાર્મા રોડ, અબવા એવન્યુ, સી-૧૦૪, વડોદરા

Ø (૮) નીલોફર અયુબભાઇ વોરા પટેલ ઉવ. ૩૩ રહે. ગોલવા પોલીસ ચોકીની સામે, સુબાવાલા મેન્શન,    નવસારી  

 

· પકડવાના બાકી આરોપીઓના નામ/સરનામાઃ-

(૧) હબીબી રહે. બેંગકોક

(૨) અનુપ ઉર્ફે રવુ રહે. બેંગલોર

 

· કબ્જે કરેલ અન્ય મુદ્દામાલ-

Ø  હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ૦.૯૩૬ કિલો ગ્રામ કિ.રૂ.૩૨,૭૬૦૦૦/-

Ø વજન કાંટો-૧ કિ.રૂ.૫૦૦/-

Ø પ્લાસ્ટીકની નાની કોથળીઓ જીપવાળી કુલ નંગ- ૨૯ તથા જીપ વગરની કોથળીઓ નંગ-૮,

Ø ગાંજો ભરેલ કુરીયરની પ્લાસ્ટીકની કોથળી તથા કાપડની કેસરી કલરની થેલી-૨,

Ø મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/-,

Ø રોકડ રૂ.૧૦૦૦/-,

Ø એકસેસ કિ.રૂ.૨૦,૦૦૦/- મળી કૂલ કિ.રૂ.૩૩,૦૭,૫૦૦ /-  કિ.રૂા.૩૩,૦૭,૫૦૦/- મળી કુલ કિ.રૂા.૧,૪૯,૭૮,૫૦૦/-

         આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઇન્સ. કૃણાલ એમ.પટેલ, પો.સ.ઇ. ડી.કે.ઝાલા, પી.કે.ગઢવી, ડી.કે.સરવૈયા તથા એ.એસ.આઇ. વિજયભાઇ બડવા, સામતભાઇ બારૈયા, સરમણભાઇ સોલંકી, નિકુલ પટેલ, વિક્રમભાઇ ચાવડા તથા પો. હેડ કોન્સ. જીતેષ મારૂ, આઝાદસિંહ સિસોદીયા, ઇન્દ્રજીતસિંહ ઝાલા, વનરાજસિંહ ચુડાસમા, ભરતભાઇ ઢોલા, પ્રવિણભાઇ બાબરીયા, મહેન્દ્રભાઇ ડેર, સાહિલ સમા, જયદિપભાઇ કનેરીયા, ભરતભાઇ સોલંકી, જાદવભાઇ સુવા તથા પો.કોન્સ. ચેતનસિંહ સોલંકી, ભુપતસિંહ સિસોદીયા, જેઠાભાઇ કોડીયાતર, મયુરભાઇ કોડીયાતર, નીલેશભાઇ રાતીયા, દિવ્યેશભાઇ ડાભી, અનીલભાઇ જમોડ, ગવરાજસિંહ અહાડા, વરજાંગભાઇ બોરીચા, જગદિશભાઇ ભાટુ, વનરાજભાઇ ચાવડા, જયેશભાઇ બાંભણીયા, હિતેષભાઇ જાદવ વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(7:46 PM IST)