News of Monday, 10th November 2025
જુનાગઢના માંગરોળના ખોડાદા ગામમાં સિંહ કૂવામાં ખાબકતાં ભારે જહેમત બાદ વન વિભાગે રેસ્ક્યૂ કર્યું
સિંહ કૂવામાં પડ્યો હોવાના સમાચાર વાયુવેગે ફેલાતા રેસ્ક્યૂની કામગીરી જોવા લોકોના ટોળેટોળાં ઉમટ્યા

જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ખોડાદા ગામે એક સિંહ કૂવામાં ખાબકતાં ભારે જહેમત બાદ વન વિભાગ દ્વારા સિંહનું રેસ્ક્યૂ કરાયું હતું. રેસ્કયૂ દરમ્યાન મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ખોડાદા ગામની સીમમાં એક સિંહ કૂવામાં પડતા તાત્કાલિક વન વિભાગ અને પોલીસને જાણ કરાઇ હતી. સિંહ કૂવામાં પડ્યો હોવાના સમાચાર વાયુવેગે ફેલાતા રેસ્ક્યૂની કામગીરી જોવા લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા. વનવિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કૂવામાં પડેલા સિંહને બહાર કાઢતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
(9:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
