News of Monday, 10th November 2025
દિલ્હીમા બ્લાટ્સને પગલે જામનગર જિલ્લામાં પોલીસ એલર્ટ : હોટલો, બંદરો, જેટી ,વાહનો અને ધાર્મિક સ્થળોએ સઘન ચેકીંગ
શહેર વિભાગ તથા જામનગર ગ્રામ્ય વિભાગના નાયબ અધિક્ષક તથા પોલીસ ઇન્સ્પેક્ટર એલ સી બી તથા એસ.ઓ.જી તેમજ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સ્ટાફ સાથે ચેકીંગ

જામનગર : દિલ્હી મુકામે બનેલ કારમાં થયેલ બ્લાસ્ટના બનાવ અનુસંધાને જામનગર જિલ્લામાં પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના મુજબ લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક તથા જામનગર શહેર વિભાગ તથા જામનગર ગ્રામ્ય વિભાગના નાયબ અધિક્ષક તથા પોલીસ ઇન્સ્પેક્ટર એલ સી બી તથા એસ.ઓ.જી તેમજ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સ્ટાફ સાથે જામનગર જિલ્લામાં અલગ અલગ સ્થળે સાવચેતીના ભાગરૂપે,વાઈટલ ઇન્સ્ટોલેશન, બંદર,જેટી, હોટલો,વાહન ચેકિંગ તેમજ ધાર્મિક સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવેલ અને પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવેલ છે
(11:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
